ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં નેતન્યાહૂને મળવા ઈઝરાયેલ પહોંચ્યા

Spread the love

મેક્રોંની ઈઝરાયેલ મુલાકાતનો હેતુ ઈઝરાયેલ સાથે ફ્રાન્સની એકજૂથતા દેખાડવાનો છે


જેરૂસલેમ
હમાસ ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરવા માટે ઈઝરાયેલ પહોંચ્યા છે. અહેવાલો પ્રમાણે મેક્રોંની ઈઝરાયેલ મુલાકાતનો હેતુ ઈઝરાયેલ સાથે ફ્રાન્સની એકજૂથતા દેખાડવાનો છે.
ઇઝરાયેલમાં ઈમેન્યુઅલ મેક્રોં ઘણા નેતાઓ સાથે બેઠક કરશે જેમાં હમાસના બંધકોને મુક્ત કરવાની કવાયતો પર ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મેક્રોં ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગ અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓ બેની ગેન્ત્ઝ અને યાએર લેપિડ સાથે મુલાકાત કરશે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ઈઝરાયેલની એક દિવસીય મુલાકાત દરમિયાન પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ મુલાકાત કરશે. તેલ અવીવ પહોંચ્યા બાદ તરત જ મેક્રોંએ બેન ગુરિયન એરપોર્ટ પર ઈઝરાયેલી-ફ્રાન્સીસી નાગરિકો સાથે મુલાકાત કરી જેમણે પોમના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ ઉપરાંત તેઓ હમાસના બંધકોના પરિવારો સાથે પણ મુલાકાત કરી હતી. ઈમેન્યુઅલ મેક્રોંએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, દુઃખના સમયમાં અમે ઈઝરાયલની સાથે ઉભા છીએ.
7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હજુ પણ સાત ફ્રાન્સીસી નાગરિકો ગુમ છે. ઈઝરાયેલની સેનાનો દાવો છે કે, એક ફ્રાન્સીસી મહિલાનું હમાસના લડવૈયાઓએ અપહરણ કરી લીધુ છે. હવે ઈઝરાયેલની સેના ગાઝા વિસ્તારમાં હમાસના ઠેકાણાઓ પર સતત એર સ્ટ્રાઈક કરી રહી છે અને ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટે કહ્યું કે, ઈઝરાયેલ ગાઝા પર જમીન, આકાશ અને સમુદ્રના રસ્તે ઘાતક હુમલાની તૈયારી કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *