અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાંથી વિરાટ કોહલી બહાર, 18 વર્ષમાં પ્રથમ વખત ઇજાના કારણે આખી સીરિઝ ગુમાવશે

હેમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો; યશસ્વી જયસ્વાલને સ્થાન મળ્યું , IPL 2026માં કોહલીએ 675 રન કર્યા હતા નવી દિલ્હી,ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચોની વનડે સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે સમગ્ર વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયા…

પીરાણામાં યોજાયેલી યુવતી પ્રેરણા શિબિરનો ભવ્ય સમાપન, રિવાબા જાડેજાએ યુવતીઓને સશક્તિકરણનો સંદેશ આપ્યો

300થી વધુ યુવતીઓએ ત્રણ દિવસીય શિબિરમાં લીધો ભાગ; શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસથી સમાજ પરિવર્તનનો સંકલ્પ વ્યક્ત પીરાણાઅખિલ ભારતીય સનાતન સત્યપંથ મહિલા સંઘ અને સ્ત્રી ચેતના–ગુજરાત (ભારતીય સ્ત્રી શક્તિ સંલગ્ન)ના સંયુક્ત ઉપક્રમે નિષ્કલંકાણી પ્રેરણાપીઠ તીર્થધામ, પીરાણા ખાતે 4થી 6 જૂન દરમિયાન યોજાયેલી “યુવતી પ્રેરણા શિબિર”નો સમાપન કાર્યક્રમ ભવ્યતા અને ઉત્સાહ સાથે સંપન્ન થયો. યુવતીઓના સર્વાંગી વિકાસ,…

અમેરિકામાં ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે ઐતિહાસિક ‘SACRED Act’ રજૂ, ભક્તોને ડરાવવા કે રોકવા બદલ થશે ફેડરલ કાર્યવાહી

મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓની આસપાસ 100 ફૂટનો સુરક્ષિત બફર ઝોન બનાવવાની જોગવાઈ; BAPS સહિત અનેક ધાર્મિક સંસ્થાઓએ વ્યક્ત કર્યું સમર્થન વૉશિંગ્ટન ડી.સી.અમેરિકામાં તમામ ધર્મોના લોકો પોતાના ધાર્મિક સ્થળોએ નિર્ભયતાથી અને સુરક્ષિત રીતે જઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસમેન ટોમ સુઓઝી અને કોંગ્રેસમેન મેક્સ મિલરે સંયુક્ત રીતે ‘SACRED Act’ નામનું મહત્વપૂર્ણ દ્વિપક્ષીય (Bipartisan) બિલ…

માત્ર 3.3% સંસ્થાઓ જ વેચાણ તાલીમને આવકના પરિણામો સાથે જોડે છે: અપગ્રેડ એન્ટરપ્રાઇઝ રિપોર્ટ 2026

10,500થી વધુ વેચાણ વ્યાવસાયિકો અને HR-L&D નેતાઓના સર્વેમાં ખુલાસો; તાલીમમાં રોકાણ છતાં મજબૂતીકરણ અને માપનની ખામીઓથી ઘટી રહી છે વ્યાવસાયિક અસર મુંબઈભારતીય કંપનીઓ વેચાણ ક્ષમતા વિકાસ (Sales Capability Building) માટે મોટા પાયે રોકાણ કરી રહી છે, પરંતુ તેમાંથી ઇચ્છિત વ્યાવસાયિક પરિણામો મળતા નથી. અપગ્રેડ એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રકાશિત ‘સ્માર્ટર સેલિંગ: અપગ્રેડ એન્ટરપ્રાઇઝ સેલ્સ રિપોર્ટ 2026’માં આ…

એડીસી બેંકે રૂ.20,212 કરોડથી વધુનો બિઝનેસ હાંસલ કરી નવો કીર્તિમાન સ્થાપ્યો

101મી વાર્ષિક સામાન્ય સભામાં બેંકની વિકાસયાત્રાની ઝલક; થાપણ, ધિરાણ અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિ, સભાસદોને 15 ટકા ડિવિડન્ડની જાહેરાત અમદાવાદધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. (એડીસી બેંક)એ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રૂ.20,212 કરોડથી વધુનો કુલ બિઝનેસ હાંસલ કરીને નવી સિદ્ધિ નોંધાવી છે. બેંકની 101મી વાર્ષિક સામાન્ય સભા રવિવારે ટાગોર હોલ, પાલડી ખાતે યોજાઈ હતી, જેમાં બેંકના…

આઈઝેનબર્ગે ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026નો ખિતાબ જીત્યો

ત્રિ-પાંખિયા ટાઈ બાદ ટાઈ-બ્રેકમાં ઇઝરાયેલી ખેલાડીએ માર્યો બાજી; ત્રણ યુવા ખેલાડીઓએ મેળવ્યા ઇન્ટરનેશનલ માસ્ટર (IM) નોર્મ્સ અમદાવાદવીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026નો સોમવારે રોમાંચક સમાપન થયો હતો. વિશ્વભરના દિગ્ગજ અને ઉભરતા ખેલાડીઓ વચ્ચે રમાયેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ઇઝરાયલના ઇન્ટરનેશનલ માસ્ટર બેની આઈઝેનબર્ગે ટાઈ-બ્રેકના આધારે ચેમ્પિયન બનવાનું ગૌરવ…

ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026ઃ ભારત-કેનેડા વચ્ચે વેપાર અને રોકાણને નવી દિશા આપશે

ટોરોન્ટો અને ઓટાવામાં 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર સમિટમાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એક મંચ પર આવશે; FDI, ટેકનોલોજી ટ્રાન્સફર અને વ્યૂહાત્મક ભાગીદારીને મળશે પ્રોત્સાહન, 150 જેટલા ઉદ્યોગ સાહસિકોને સમિટમાં ભાગ લેવાની તક અમદાવાદભારત અને કેનેડા વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 07-06-2026

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો યથાવત્ ગુજરાતની હીના રાજગોરે સુવર્ણ ચંદ્રક જીતી ભારતના સ્વર્ણિમ અભિયાનનું નેતૃત્વ કર્યું, 50 પદકો સાથે ભારત ટોચ પર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી…

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો યથાવત્

ગુજરાતની હીના રાજગોરે સુવર્ણ ચંદ્રક જીતી ભારતના સ્વર્ણિમ અભિયાનનું નેતૃત્વ કર્યું, 50 પદકો સાથે ભારત ટોચ પર અમદાવાદ અમદાવાદના ઈકેએ એરેનામાં યોજાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ-2026માં ભારતે પોતાના શાનદાર પ્રદર્શનનો સિલસિલો જાળવી રાખ્યો છે. સ્પર્ધાના અંતિમ દિવસ પૂર્વે ભારત 40 સુવર્ણ, 8 રજત અને 2 કાંસ્ય સહિત કુલ 50 પદકો સાથે પદક કોષ્ટકમાં પ્રથમ…

અશોક ગેહલોતનો મોટો દાવો: કોંગ્રેસ અધ્યક્ષ પદ મામલે ફરી ‘ષડયંત્ર’ની ચર્ચા

નવી દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર એવો દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના હતા, પરંતુ પાર્ટીના આંતરિક “આયોજિત ષડયંત્ર”ના કારણે તેમનું નામ અંતિમ ક્ષણે બદલાઈ ગયું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. અધ્યક્ષ પદ માટે પહેલેથી નિર્ણય થવાનો દાવો અશોક…

ત્રીજી ગુજરાત સ્ટેટ ઇન્ટર સ્કૂલ શૂટિંગ સ્પર્ધા–2026 સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદમાં બે દિવસીય સ્પર્ધાનું સફળ આયોજન અમદાવાદગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન (GSRA)ના માર્ગદર્શન હેઠળ 3મી ગુજરાત સ્ટેટ ઇન્ટર સ્કૂલ શૂટિંગ સ્પર્ધા–2026 (એર વેપન ઇવેન્ટ્સ)નું સફળ આયોજન અમદાવાદના ખાનપુર સ્થિત The A.M. & R.T.A. શૂટિંગ રેન્જમાં 06 થી 07 જૂન 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સ્કૂલ શૂટર્સે ભાગ લીધો આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કૂલ…

પુણા વિસ્તારમાં ખાડી ડ્રેનેજ બોક્ષ કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિઝિટ કરી

મેયર માયા માવાણી સાથે પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા; સમયસર કામ પૂર્ણ કરવા મનપા તંત્રને તાકીદ સુરત પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પુણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી ડ્રેનેજ બોક્ષની કામગીરીની રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. ચોમાસા પૂર્વે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે ચાલી રહેલી કામગીરીનું તેમણે જાત નિરીક્ષણ…

સુરતમાં ખાડી સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમીક્ષા કરી

મેયર માયા માવાણી સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત; ચોમાસા પૂર્વે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા તંત્રને તાકીદ સુરત આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમીક્ષા કરી હતી. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ લાવવા માટે તેમણે વિવિધ વિસ્તારોમાં ગ્રાઉન્ડ…

પુણા તળાવ પાસે રૂ. 7.78 કરોડના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ઉદ્ઘાટન; 2,400 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણની સુવિધા સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ (વરાછા) ઝોન-A વિસ્તારમાં પુણા તળાવ પાસે રૂ. 7.78 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. 2734 ચોરસ મીટર વિસ્તારમાં નિર્મિત ગ્રાઉન્ડ ફ્લોર તથા ત્રણ માળની આ શાળામાં ધોરણ 9થી…

પુણા ખાતે રૂ. 6.44 કરોડના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ; 600 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણની સુવિધા સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ (વરાછા) ઝોન-એ વિસ્તારના યોગી ચોક નજીક પુણા ખાતે રૂ. 6.44 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ શાળામાં ધોરણ 9થી 12 સુધીના 600 વિદ્યાર્થીઓ શિક્ષણ…

ખાનક શાહ અને નક્ષ પટેલને ડબલ ક્રાઉન, ધૈર્ય પરમાર અને કૌશા ભૈરાપુરે બન્યા સિનિયર ચેમ્પિયન

પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું ભવ્ય સમાપન; વિવિધ વયજૂથોમાં ખેલાડીઓનો ઉત્કૃષ્ટ દેખાવ અમદાવાદ, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA) દ્વારા ક્લબ O7, શેલા ખાતે આયોજિત પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું શનિવારે રોમાંચક ફાઇનલ્સ સાથે સફળ સમાપન થયું હતું. શહેરના પ્રતિભાશાળી ખેલાડીઓએ વિવિધ વયજૂથોમાં ઉચ્ચ કક્ષાની રમતનું પ્રદર્શન કરતાં ચેમ્પિયનશિપ માટે જોરદાર…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 06-06-2026

શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમની કમાન, વૈભવ સૂર્યવંશીને તક સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને…

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમારની એકતાનગર મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિશ્વસ્તરીય સુવિધાઓના કર્યા વખાણ; રાષ્ટ્રીય કાર્યક્રમો માટે ઉત્તમ સ્થળ તરીકે ઓળખ એકતા નગર ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવશ્રી ચંચલ કુમારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને સમગ્ર વિસ્તારની વિશ્વસ્તરીય સુવિધાઓ, પ્રવાસન આકર્ષણો તથા રાષ્ટ્રીય…