આણંદ સ્ટેટ રેંકિંગ : માલવ, આયુષ અને અભિલક્ષે અપસેટ સર્જ્યા
આણંદ અમદાવાદના માલવ પંચાલ અને અભિલક્ષ પટેલ તથા સુરતના આયુષ તન્નાએ બોયસના અંડર-19 વિભાગમાં આણંદ ખાતે ચાલી રહેલી રોટોમેગ 3જી ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2025માં મોટો ઉલટફેર કર્યો હતો. અંડર-19ના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં બિનક્રમાંકિત એવા માલવ પંચાલે ભાવનગરના અને બીજા ક્રમાંકિત પૂજન ચંદારણાને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. ક્વાર્ટરમાં અમદાવાદના અન્ય બિનક્રમાંકિત ખેલાડી…
