આણંદ સ્ટેટ રેંકિંગ : માલવ, આયુષ અને અભિલક્ષે અપસેટ સર્જ્યા

Spread the love

આણંદ

અમદાવાદના માલવ પંચાલ અને અભિલક્ષ પટેલ તથા સુરતના આયુષ તન્નાએ બોયસના અંડર-19 વિભાગમાં આણંદ ખાતે ચાલી રહેલી રોટોમેગ 3જી ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2025માં મોટો ઉલટફેર કર્યો હતો.

અંડર-19ના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં બિનક્રમાંકિત એવા માલવ પંચાલે ભાવનગરના અને બીજા ક્રમાંકિત  પૂજન ચંદારણાને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.

ક્વાર્ટરમાં અમદાવાદના અન્ય બિનક્રમાંકિત ખેલાડી અભિલક્ષે સુરતના ત્રીજા ક્રમાંકિત પવન કુમારને 3-1થી હરાવ્યો હતો. ત્યારબાદ આઠમા ક્રમાંકિત આયુષ તન્નાએ અરાવલ્લીના પ્રથમ ક્રમાંકિત જન્મેજય પટેલને 3-0થી સરળતાથી પરાજય આપીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.

અંડર-17 બોયસની ક્વાર્ટર ફાઈનલમાં, અમદાવાદના ત્રીજા ક્રમાંકિત આર્ય કટારિયાએ વડોદરાના વેદ પંચાલને 3-1થી હરાવ્યો હતો. જ્યારે સુરતના બીજા ક્રમાંકિત તક્ષ કોઠારીએ શરૂઆતમાં થોડી મુંજવણ વચ્ચે સાતમા ક્રમાંકિત પવનને 3-1થી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

મેન્સની પ્રી-ક્વાર્ટરમાં, અમદાવાદના સોહમ ભટ્ટાચાર્યાએ વડોદરાના અનુભવી ખેલાડી જલય મહેતાને સીધી ત્રણ ગેમમાં હરાવ્યું હતું. જ્યારે અમદાવાદના અન્ય ખેલાડી રીયાન દત્તાએ ભાવનગરના ઓમ જયસ્વાલને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 

મુખ્ય પરિણામો: 

Boys U-19 pre-quarters: Malav Panchal (AHD) bt Poojan Chandarana (BVN) (2) 13-11, 11-5, 10-12, 11-7

Boys U-19 quarters: Aayush Tanna (SRT) (8) bt Janmejay Patel (ARV) (1) 12-10, 11-7, 11-4; Abhilaksh Patel (AHD) bt Pawan Kumar (SRT) (3) 11-9, 7-11, 11-5, 11-4

Boys U-17 quarters: Arya Kataria (AHD) (3) bt Ved Panchal (VDR) (6) 11-7, 4-11, 11-7, 11-6; Taksh Kothari (SRT) (2) bt Pawan Kumar (SRT) (7) 11-13, 11-4, 11-3, 11-7.

Men’s pre-quarters: Soham Bhattacharya (AHD) bt Jalay Mehta (VDR) 11-9, 11-8, 12-10; Riyan Dutta (AHD) bt Om Jayswal (BVN) 12-10, 11-8, 5-11, 11-9.

Girls U-19 qualifying: Sachi Doshi (BVN) bt Anaisha Singhvi (KCH) 7-11, 11-5, 11-9, 3-11, 11-3; Sachi Doshi (BVN) bt Hardvi Patel (GNR) 11-7, 10-12, 11-4, 11-8; Anaisha Singhvi (KCH) bt Hardvi Patel (GNR) 11-2, 9-11, 11-7, 13-11; Mahek Seth (VDR) bt Charmi Jani (BVN) 11-6, 9-11, 11-7, 11-7; Charmi Jani (BVN) bt Neeyati Pathak (SRT) 12-10, 6-11, 11-9, 8-11, 15-13; Mahek Seth (VDR) bt Neeyati Pathak (SRT) 11-9, 9-11, 9-11, 11-9, 12-10.

Girls U-15 qualifying: Nitya Chokshi (AHD) bt Hitakshi Dhanani (VDR) 11-4, 11-2, 11-4; Dieva Patel (SRT) bt Hitakshi Dhanani (VDR) 11-7, 11-8, 11-9; Nitya Chokshi (AHD) bt Dieva Patel (SRT) 9-11, 11-7, 11-8, 11-9; Janvi Parmar (BVN) bt Vaibhavi Sarangdhar (VDR) 11-5, 11-9, 11-5; Vaibhavi Sarangdhar (VDR) bt Prisha Parekh (SRT) 11-4, 9-11, 9-11, 12-10, 11-6; Janvi Parmar (BVN) bt Prisha Parekh (SRT) 11-6, 11-7, 8-11, 11-2.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *