SAG AITA મેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં દિમિત્રી બાસ્કોવ ચેમ્પિયન

અમદાવાદ ગુજરાતમાં પ્રથમવાર યોજાયેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થિત Ace SAG AITA મેન્સ ટેનિસ ટુર્નામેન્ટ પ્રાઈઝ મની (2.5 લાખ) ટૂર્નામેન્ટમાં મૂળ મોલ્ડોવના પરંતુ હવે ગુજરાતના રહેવાસી દિમિત્રી બાસ્કોવે બીજા ક્રમાંકિત તમિલનાડુના કે સિદ્ધાર્થ આર્યને 5-0થી હરાવીને ખિતાબ જીત્યો હતો. દિમિત્રીએ, પ્રથમ પોઈન્ટથી, ટોપ્સિન અને મોટા સર્વ્સ સાથે ભારે શક્તિ સાથે મેચ પર પ્રભુત્વ મેળવ્યું…