અમદાવા
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સ્નેહિત સુરવજ્જુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં સૌથી મોટો અપસેટ સર્જ્તા વર્લ્ડ નંબર-26 અરુણા કાદરીને સીધા સેટમાં હરાવ્યો હતો, તેની આ જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલકાતા થંડરબ્લેડ્સ વિરુદ્ધ 8-7થી જીત મેળવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
નજીવા અંતરથી શાનદાર જીત મેળવવા છતાં અમદાવાદ એસજી પાઈપર્સના પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઓછી છે અને તેઓ યુટીટી 6માં પોતાના અભિયાનના અંત તરફ વધી રહ્યાં છે. જ્યારે કોલકાતા ટીમે પ્લેઓફની શક્યતાઓ જાણવા માટે અંતિમ-2 ટાઈ સુધી રાહ જોવી પડશે. અમદાવાદ અને કોલકાતાની ટાઈના પરિણામ બાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સ અને દબંગ દિલ્હી ટીટીસીના પ્લેઓફમાં ક્વોલિફાઈ થવાની પૃષ્ટિ થઈ હતી.
આ મેચમાં રિકાર્ડો વોલ્થર એ અંકુર ભટ્ટાચાર્યને તેની સિઝનની પ્રથમ હાર આપી શરૂઆત કરી હતી. રિકાર્ડો એ 2-1 (11-10, 11-5, 10-11)થી જીત મેળવી. જોકે, તે પછી અહિકા મુખર્જી એડ્રિયાના ડિયાઝ સામે 1-2 (11-10, 8-11, 1-11)થી હારી હતી. રિકાર્ડો/અહિકા એ પછી અંકુર/એડ્રિયાનાની જોડી સામે 1-2 (10-11, 11-8, 7-11)થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી સ્નેહિતે અરુણા સામે 3-0 (11-10, 11-9, 11-8)થી જીત બાદ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. યાશિની એ સેલેના સામે 1-2 (10-11, 11-4, 10-11)થી હારનો સામનો કરવો પડ્યો, પરંતુ અમદાવાદ ટીમ જીત મેળવવામાં સફળ રહી.
