માર્ક પિલગ્રીમ નવી રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના એમડી અને સીઇઓ નિયુક્ત થયા

જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક ઈન્ક (બ્લેકરૉક) [NYSE: BLK] વચ્ચે 50:50 ના સંયુક્ત સાહસથી જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ)ને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તરીકે ઓપરેશન્સ શરૂ કરવા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) અને બીસઈ લિમિટેડ દ્વારા રેગ્યુલેટરી મંજૂરી આપવામાં આવી છે.SEBI દ્વારા તા. 26 મે, 2025 ના રોજ કરવામાં આવેલ ઘોષણાને પગલે જિયો બ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને ભારતમાં તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે ઓપરેશન્સ શરૂ કરવા આ રેગ્યુલેટરી મંજૂરી આપવામાં આવી છે.આ લાઈસન્સ સાથે, જિયોબ્લેકરૉક હવે આજના રોકાણકારની નવી નવી જરૂરિયાતોને સંતોષવા ડિજિટલ-ફર્સ્ટ પ્રોડક્ટ વિકસાવવા પર તેની શક્તિ કેન્દ્રિત કરશે. કંપનીની ઇનોવેટિવ અને ગ્રાહકલક્ષી પ્રસ્તાવો વિશે વધુ વિગતો અંગેની ઘોષણા બહુ જલ્દી કરવામાં આવશે.આ પ્રસંગે જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના એમડી અને સીઇઓ હિતેશ શેઠિયાએ જણાવ્યું હતું કે, “એ જાહેરાત કરતા અમે અત્યંત પ્રસન્નતા અનુભવીએ છીએ કે જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને હવે આધિકારીક મંજૂરી મળી ગઈ છે, જે બ્લેકરૉક સાથેની અમારી ભાગીદારીનું એક મહત્વપૂર્ણ સીમાચિન્હ છે. કેમ કે ભારતીય રોકાણકારો હવે બહુ ઝડપથી વ્યક્તિગત સાનુકૂળતા ધરાવતા અને લાંબાગાળે લાભદાયી રોકાણ સમાધાનો ખરીદવા તરફ વળી રહ્યા છે, એટલા માટે આ સંયુક્ત સાહસ તેમને સ્થાનિક કક્ષાએ વૈશ્વિક સ્તરની સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. અમને વિશ્વાસ છે કે વૈશ્વિક નિપુણતા અને સ્થાનિક ઉપયોગિતામાં રોકાણકારોને વધારે સક્ષમ બનાવીને જિયોબ્લેકરૉક ભારતમાં સંપત્તિ નિર્માણના ભવિષ્યને નવી પરિભાષા આપશે.’બ્લેકરૉકના ચિફ ઓપરેટીંગ ઑફિસર રોબ ગોલ્ડસ્ટેઈને આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ભારત એ સમસ્ત વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ વિકસી રહેલ અને અત્યંત ગતિશીલ બજારો ધરાવતા રાષ્ટ્રોમાંનું એક છે. જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને સ્થાનિક માર્કેટની જાણકારી અને ડિજિટલ ઈનોવેશન તેમજ અમારા સહયોગી જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસની પહોંચની સાથે સાથે બ્લેકરૉકની વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ કાબેલિયત અને માર્કેટ-લીડિંગ ટેકનોલોજીની ક્ષમતાનો લાભ મળશે. આ અજોડ કોમ્બિનેશનની તાકાત અને વિશ્વ-સ્તરીય સેવાઓ અને વ્યક્તિને અનુરૂપ રોકાણ સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ બનાવશે કેમ કે નિવૃત્તિ જેવા લાંબા-ગાળાના ધ્યેયો સહિત વધુ સુદૃઢ નાણાકીય ભવિષ્યને હાસિલ કરવા અમે ભારતમાં લાખો લોકોને મદદ કરીએ છીએ.”આ અવસરે માર્ક પિલગ્રીમને જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના મેનેજીંગ ડિરેક્ટર (એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ) તરીકે નિયુક્ત કરવાની ઘોષણા કરતા અમને અત્યંત ખુશી થઈ રહી છે.માર્ક તેમની નવી ભૂમિકામાં વૈશ્વિક નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં 25 થી વધુ વર્ષનો અનુભવ લઈને આવ્યા છે. આ અગાઉ તેમણે સ્પેશિયાલિસ્ટ ક્લાએન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે બ્લેકરૉકના યુરોપ, મિડલ ઇસ્ટ અને આફ્રિકાના પ્રમુખ તરીકે ફરજો બજાવી હતી, જ્યાં તેઓ એ પ્રદેશમાં ક્લાએન્ટ એન્ગેજમેન્ટ વધારવા અને બ્લેકરૉકના ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પ્રસ્તાવોનો વ્યાપ વધારવાની પહેલને લીડ કરતા હતા. એ પહેલા, તેઓ iShares EMEA માટે બિઝનેસ વ્યૂહર ચનાના ચીફ ઓપરેટીંગ ઑફિસર અને હેડ તરીકે ફરજ બજાવતા હતા, જ્યાં તેઓ વ્યૂહાત્મક આયોજન અને બ્લેકરૉક એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ બિઝનેસના ઓપરેશનલ એક્ઝેક્યુશનની જવાબદારી સંભાળતા હતા.માર્કને સંપત્તિ સંચાલન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ક્લાયન્ટ એન્ગેજમેન્ટમાં તેમના વ્યાપક અનુભવનો લાભ મળશે, કેમ કે જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સનું ધ્યેય ભારતમાં લાખો રોકાણકારોને નવીનતમ રોકાણ સમાધાનો પ્રદાન કરાવવાનો છે.જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર અને સીઇઓ માર્ક પિલગ્રીમે આ પ્રસંગે જણાવ્યું હતું કે: હું ડિજિટલ-ફર્સ્ટના દૃષ્ટિકોણના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોકાણ સેવાઓને વધુ સુલભ અને કિફાયતી બનાવવા માટે જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને લીડ કરવાની આ ગૌરવપૂર્ણ જવાબદારી સંભાળતા હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું. અમે ભારતમાં આજના રોકાણકારોની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે એવી સરળ, પારદર્શકતા અને નિપુણતા આધારિત સેવાનું નિર્માણ કરી રહ્યા છીએ.
