ગુજરાતને રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોની ભેટ, અમદાવાદમાં ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાં ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને ૪૫ નવી આરોગ્યલક્ષી કામગીરીનું ખાતમુહૂર્ત; રૂ. ૨૨૩ કરોડના ખર્ચે ૫૨૧ બેડની અત્યાધુનિક ન્યૂરોસાયન્સ સંસ્થા બનશે અમદાવાદ: ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ…
