સિઝેરિયન ડિલિવરીના વધતા કેસો પર નર્સનું નિવેદન ચર્ચામાં, કહ્યું- ‘પહેલાં મહિલાઓ વધુ શારીરિક મહેનત કરતી’

નર્સ નમ્રતા દ્વિવેદીએ નોર્મલ અને સી-સેક્શન ડિલિવરી અંગે વ્યક્ત કર્યો અભિપ્રાય; મહિલાઓની જીવનશૈલી અને પ્રસૂતિ દરમિયાન દુખાવો સહન કરવાની ક્ષમતા અંગે કરી ટિપ્પણી નવી દિલ્હી આજના સમયમાં ડિલિવરીની વાત થાય ત્યારે નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન એટલે કે સી-સેક્શન અંગે ચર્ચા થવી સામાન્ય બની ગઈ છે. ઘણા લોકોનું માનવું છે કે અગાઉની સરખામણીએ હવે સી-સેક્શન ડિલિવરીના…

‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની 26 ભલામણોના ઝડપી અમલીકરણ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

ભલામણો કાગળ પર નહીં, જમીની સ્તરે પરિણામલક્ષી રીતે અમલમાં આવે તે જરૂરી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી ત્વરિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના હેતુથી સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિષદ દરમિયાન રજૂ થયેલી ૨૬…