હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી પરિષદનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નવનિયુક્ત વિદ્યાર્થી પરિષદના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી નેતાઓએ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓ નિભાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે શાળામાં વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવી. વિદ્યાર્થી મંડળની રચનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, નિયમિતતા, જવાબદારીની ભાવના, સહકાર,…