હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી પરિષદનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

Spread the love

અમદાવાદ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નવનિયુક્ત વિદ્યાર્થી પરિષદના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી નેતાઓએ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓ નિભાવવાનો સંકલ્પ લીધો.

આ પ્રસંગે શાળામાં વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવી. વિદ્યાર્થી મંડળની રચનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, નિયમિતતા, જવાબદારીની ભાવના, સહકાર, સેવા અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો છે. વિવિધ હોદ્દાઓ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવી તેમની ફરજો અને જવાબદારીઓથી અવગત કરવામાં આવ્યા.

આચાર્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી પરિષદ શાળાના સુચારૂ સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓને નાનપણથી જ નેતૃત્વ અને જવાબદારીનો અનુભવ મળે તો તેઓ ભવિષ્યમાં સારા નાગરિક તરીકે વિકસે છે.

કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ શાળાના નિયમોનું પાલન કરવા, અન્ય વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા, સ્વચ્છતા જાળવવા અને શાળાની ગૌરવપૂર્ણ પરંપરાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *