મહિલા સશક્તિકરણ પ્રેરણાદાયક પરિવર્તન થીમ સાથે ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સ યોજાઇ
અમદાવાદ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએસન ખાતે ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતાં. આ પ્રસંગે આઈએએસ જંયતિ રવિ, ( સેક્રેટરી ઓરોવિલે ફાઉન્ડેશન)એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જ્યારે સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી પરીક્ષીતા રાઠોડ…
