વર્લ્ડ નંબર-10 ખેલાડી બર્નડેટ અને ભાવિ સ્ટાર શ્રીજા યુટીટી 2024 પ્લેયર ડ્રાફ્ટ માટે રોમાંચક લાઈન અપનું નેતૃત્ત્વ કરશે
પ્લેયર ડ્રાફ્ટનું આયોજન 10 જુલાઈનાં રોજ મુંબઈમાં થશે; ઓલિમ્પિક માટે પસંદ કરાયેલ ભારતનાં સિનિયર પેડલર શરથ કમલ, મણિકા, હરમીત, માનવ અને સાથિયાનને તેમની ફ્રેન્ચાઈઝીએ રિટેન કર્યા છે યુટીટી 2024નું આયોજન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈમાં કરાશે નવી દિલ્હી વર્લ્ડ નંબર-10 ખેલાડી રોમાનિયાની બર્નડેટ સ્જોક્સ, ભારતની ભાવિ સ્ટાર પેડલર શ્રીજા અકુલા, નાઈજીરિયાની ટોચની ખેલાડી ક્વાડ્રી અરુણા અને જર્મનીની નીના મિત્તલહમ 10 જુલાઈનાં રોજ મુંબઈમાં યોજાનાર…
