‘વોરિયર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025’માં ડીપીએસ બોપલના સ્કેટર્સનો દબદબો

અમદાવાદ દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલના સ્કેટર્સએ 13 થી 15 જૂન દરમિયાન અમદાવાદના પ્રીતમનગર સ્કેટિંગ રિંક ખાતે યોજાયેલ ‘વોરિયર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025’માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ગુજરાતભરના 400 થી વધુ સ્કેટર્સે ભાગ લીધો હતો. કોચ ઇન્દ્રજીતસિંહના માર્ગદર્શન હેઠળ, ડીપીએસ બોપલની ટીમે યોગ્ય ગતિ, નિશ્ચય સાથે શાનદાર  પ્રદર્શન કરી 14 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

DPS બોપલનો વિદ્યાર્થી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ઝળક્યો

અમદાવાદ:  દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ માટે ગર્વની ક્ષણ છે, તેના વિદ્યાર્થી દીપાંશુ ગુપ્તા એ તાજેતર માં પંજાબના મોહાલીમાં યોજાયેલી બીજી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ઓપન નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025 માં એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ જીત્યા. દેશભરના 700 સ્કેટર સામે સ્પર્ધા કરીને, ધોરણ 4 માં અભ્યાસ કરતા દીપાંશુ એ રિંક પર ઉમદા કૌશલ્ય, શિસ્ત અને નિર્ધાર દર્શાવીને જીત હાંસલ કરી.