ગાંધીધામ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટીટી માટે 34 રાજ્યના 1600 ખેલાડીઓ ભાગ લેશે
ગાંધીધામ ગાંધીધામ ખાતે 23થી 31મી માર્ચ દરમિયાન યોજાનારી યુટીટી 87મી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર તથા કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ભારતના 34 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 1650 ખેલાડીઓ ભાગ લેનારા છે. આ ઇવેન્ટ ગાંધીધામના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી છે. આઠ દિવસની આ નેશનલ ઇવેન્ટમાં 5,11,200 રૂપિયાની ઇનામી રકમ વિજેતા ખેલાડીઓમાં વહેંચાશે. ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન…
