ગાંધીધામ સ્ટેટ રેન્કિંગ ટીટીમાં દેવ ભટ્ટની બેવડી સિદ્ધિ

Spread the love

ગાંધીધામઃ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં રાજકોટના ઉભરતા સ્ટાર દેવ ભટ્ટે અંડર-15 અને અંડર-13 એમ બે ટાઇટલ જીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. આ ટુર્નામેન્ટ 26મી થી 29મી જૂન દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ હતી.
બોયઝ અંડર-15માં બીજા ક્રમના અને 11 વર્ષના દેવભટ્ટે મોખરાના ક્રમના અમદાવાદના દ્વિજ ભાલોડિયાને અંડર-13ની ફાઇનલમાં 3-1થીહરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું ત્યાર બાદ તેણે સફળતા આગળ ધપાવતાં અંડર-13માં કચ્છના બીજો ક્રમાંક ઘરાવતા ધ્રુવ ભાંભાણીને 3-1થી જ હરાવીને બીજું ટાઇટલ અંકિત કર્યું હતું.
જોકે અંતિમ દિવસે સૌથી રોમાંચક મેચ ગર્લ્સ અંડર-19ની ફાઇનલ રહી હતી જ્યાં મોખરાના ક્રમની રિયા જયસ્વાલ (ભાવનગર) અને અમદાવાદની ત્રીજા ક્રમની મૌબોની ચેટરજી વચ્ચે મુકાબલો થયો હતો.
રિયાએ પહેલી ગેમ જીતી હતી તો મૌબોનીએ બીજી અને ત્રીજી ગેમ હાંસલ કરી હતી. ચોથી અને પાંચમી ગેમ જીતીને રિયા ફરીથી સરસાઈ પર આવી ગઈ હતી પરંતુ ત્યાર પછીની ગેમ જીતીને અમદાવાદની ખેલાડીએ સ્કોર સરભર કરી દીધો હતો. અંતે કટોકટીની ક્ષણોમાં રિયાએ ધૈર્ય દાખવ્યું હતું અને 4-3થી ફાઇનલ જીતી લીધી હતી.
મૌબોની આ પરાજયમાંથી બહાર આવી શકી ન હતી અને અંડર-17 ગર્લ્સ ફાઇનલમાં અમદાવાદની જ પ્રથા પવાર સામે હારી ગઈ હતી.
અંડર-15 ગર્લ્સ ટાઇટલ સુરતની દાનિયા ગોદીલને ફાળે રહ્યું હતું જેણે બીજા ક્રમની ચાર્મી ત્રિવેદીને ફાઇનલમાં 3-2થી હરાવી હતી.
અંડર-13ની ફાઇનલમાં અમદાવાદની બીજા ક્રમની ખનક શાહે પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કર્યો હતો અને ધિમહી કાબરાવાલાને 3-થી હરાવીને ટાઇટલ જીત્યું હતું તો બોયઝ અંડર-11 ટાઇટલ બીજા ક્રમના નક્ષ પટેલને ફાળે ગયું હતું. તેણે મોખરાનો ક્રમાંક ધરાવતા સ્થાનિક ખેલાડી રેહાંશ સિંઘવીને રોમાંચક બનેલી ફાઇનલમાં હરાવ્યો હત. ત્રીજા ક્રમની અમદાવાદની મિશા લાખાણીએ અંડર-13 ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું
વડોદરાના બિનક્રમાંકિત ખેલાડી તનુષ ખિંદરીએ આશ્ચર્ય સર્જીને બોયઝ અંડર-9માં સુરતના સમર્થ ભાભોરને હરાવ્યો હતો તો આ જ કેટેગરીમાં ગર્લ્સ વિભાગમાં મોખરાના ક્રમની યાના સિંઘે બિનક્રમાંકિત ખેલાડી અવિશી જૂન (કચ્છ)ને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
તમામ ફાઇનલના પરિણામોઃ
અંડર-19 ગર્લ્સઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ મૌબોની ચેટરજી 11-9,10-12,13-15,11-2,11-6,9-11,11-8.
અંડર-17 ગર્લ્સઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ મૌબોની ચેટરજી 11-9,11-8,9-11,11-8.
અંડર-15 ગર્લ્સઃ દાનયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 12-10,3-11,11-7,13-15,11-7.
અંડર-15 બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા 11-8,8-11,11-7,11-3
અંડર-13 બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભાંભાણી 9-11, 11-8, 11-6,11-9
અંડર-13 ગર્લ્સઃ ખનક શાહ જીત્યા વિરુદ્ધ ધિમહી કાબરાવાલા 8-11,11-4,11-8,11-7
અંડર-11 બોયઝઃ નક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ રેહાશં સિંઘવી 11-7,4-11,11-8,12-10,11-9
અંડર-11 ગર્લ્સઃ મિશા લાખાણી જીત્યા વિરુદ્ધ પ્રિશા પારેખ 7-11,11-9,11-8,11-6
અંડર-9 બોયઝઃ તનુષ ખિંદરી જીત્યા વિરુદ્ધ સમર્થ ભાભોર 15-13, 16-14, 11-8
અંડર-9 ગર્લ્સઃ યાના સિંઘ જીત્યા વિરુદ્ધ અવિશી જૂન 6-11,11-7,11-8,6-11,11-8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *