ધૈર્ય અને ઔઇશિકીએ સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ટોપ ટાઇટલ જીત્યા

Spread the love

ગાંધીધામ

અમદાવાદના છઠ્ઠા ક્રમના ધૈર્ય પરમારએ ટોચના ક્રમના અને પોતાના શહેરના ચિત્રાક્ષ ભટ્ટને ૪-૨થી હરાવીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી ૨જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ૨૦૨૫માં પુરુષોના ટાઇટલ પર કબજો જમાવ્યો. આ ટુર્નામેન્ટ ૨૬થી ૨૯ જૂન દરમિયાન ગાંધીધામના આદિપુર ખાતે આવેલ સ્વ. એમ.પી. મિત્રા ઇનડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલી રહી છે. મજબૂત શરૂઆત કરતા પ્રથમ ગેમ જીતી હતી. પરંતુ પહેલા સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટનો વિજેતા ચિત્રાક્ષ પછીની બે ગેમ જીતી લીડ મેળવી લીધી હતી. પણ ધૈર્યએ હાર ન સ્વીકારવાની ભાવના સાથે ઝડપી વળતો પ્રહાર કરી સતત ત્રણ ગેમ જીતીને મેચ ૪-૨થી જીતતાં મેન્સ ખિતાબ પર કબજો મેળવી લીધો હતો. સ્ત્રીઓના ફાઇનલમાં, ચોથા ક્રમની અને અમદાવાદની ઔઇશિકી જોઅરદારે ત્રીજા ક્રમની અને ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને સરળતાથી ૪-૧થી હરાવીને આ સીઝનનો પોતાનો પહેલો ટાઈટલ જીતી લીધો હતો. અંડર-૧૯ બોયસની ફાઇનલમાં ભાવનગરના ચોથા ક્રમના ધ્યેય જાની અને અરાવલ્લીના બીજા ક્રમના જન્મેજય પટેલ વચ્ચે રસાકસી ભરી મેચ થઇ હતી. અંતે ધ્યેય જાની ૪-૩થી જીત મેળવીને અંડર-૧૯નો ખિતાબ જીતી લીધો હતો. બીજી બાજુ અંડર-૧૭ બોયસની ફાઇનલમાં અમદાવાદના બે બિનક્રમાંકિત ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં અભિલક્ષ પટેલે માલવ પંચાલને ૩-૧થી હરાવી ટાઇટલ પોતાના નામે કર્યો હતો. કેટલાક મુખ્ય પરિણામો:

મેન્સ : ધૈર્ય પરમાર (6) (અમદાવાદ) જીત્યા ચિત્રાક્ષ ભટ્ટ (1) (અમદાવાદ) 11-6,6-11, 11-13,11-4,12-10,11-9વિમેન્સ : ઓશિકી જોઅરદાર (4) (અમદાવાદ) જીત્યા રાધાપ્રિયા ગોયલ (3) (ગાંધીનગર) 11-9, 11-7, 9-11, 11-6, 11-4બોયઝ અન્ડર-19: ધ્યેય જાની (4) (ભાવનગર) જીત્યા જમનેજય પટેલ (2) (અરાવલ્લી) 11-8, 8-11, 11-7, 9-11, 9-11, 11-9, 11-7. બોયઝ અન્ડર-17: અભિલક્ષ પટેલ (અમદાવાદ) જીત્યા માલવ પંચાલ (અમદાવાદ) 11-2,11-7,11-13, 12-10મેડલ વિજેતા ખેલાડીઓ :મેન્સ : 1. ધૈર્ય પરમાર (અમદાવાદ) ; 2. ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ); 3. જયનીલ મહેતા (રાજકોટ) અને દેવર્ષ વાઘેલા (સુરત)વિમેન્સ : 1. ઓશિકી જોર્ડર (અમદાવાદ); 2. રાધાપ્રિયા ગોયલ (ગાંધીનગર); 3. પ્રથા પવાર (અમદાવાદ) અને ફ્રેનાઝ ચિપિયા (સુરત)બોયઝ અન્ડર-19: 1. ધ્યાન જાની (ભાવનગર); 2. જમનેજય પટેલ (અરાવલ્લી); 3. તક્ષ કોઠારી (સુરત) અને હર્ષવર્ધન પટેલ (અરાવલ્લી)બોયઝ અન્ડર-17: 1. અભિલક્ષ પટેલ (અમદાવાદ) ; 2. માલવ પંચાલ (અમદાવાદ); 3. દ્વિજ ભાલોડિયા (અમદાવાદ) અને તક્ષ કોઠારી (સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *