મુંબઈ
ઘર કા ફ્યુચર, પાપા કી ગુડવિલ, લાઇફ કી સારી સેવિંગ્સ, સબ કુછ દાવ પર હૈ. અબ રુક જાને કા ઓપ્શન હૈ ક્યા?
આ સળગતો સવાલ ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો (એમએસએમઈ)ના માલિકોની અવિરત સફરને દર્શાવે છે જેઓ દેશના અર્થતંત્રને આગળ લઈ જવા માટે ખૂબ જ મોટા વ્યક્તિગત જોખમો ઉઠાવે છે.

ઇન્ટરનેશનલ એમએસએમઈ ડેના પ્રસંગે ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી નોન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે બિલકુલ નવા ડિજિટલ કેમ્પેઇન #SalaamMSME સાથે એમએસએમઈને ટેકો આપવા અને સુરક્ષા પૂરી પાડવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે અને આ રીતે 5.93 કરોડથી વધુ એમએસએમઈના સંકલ્પ અને સ્થિતિસ્થાપકતાને સન્માનિત કરી છે. ઉલ્લેખનીય છે કે એમએસએમઈ ભારતના જીડીપીમાં લગભગ 30 ટકાનું યોગદાન આપે છે અને લગભગ 25 કરોડ નોકરીઓનું સર્જન કરે છે.
ઉદ્યોગનું સૌપ્રથમ એવું #SalaamMSME કેમ્પેઇન આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને બિઝનેસ ઇન્શ્યોરન્સ સોલ્યુશનના પસંદગીના ભાગીદાર તરીકે રજૂ કરે છે. આ કેમ્પેઇન ત્રણ વર્ષ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની લેટેસ્ટ ડિજિટલ ફિલ્મ ઓપ્શન હૈ ક્યા? એમએસએમઈ માલિકોને નડતા લાગણીકીય અને નાણાંકીય પડકારોને રજૂ કરે છે. આ કેમ્પેઇનનો મુખ્ય સંદેશ છે જ્યારે નિષ્ફળતા વિકલ્પ નથી હોતી તો સુરક્ષા પણ વિકલ્પ ન હોવી જોઈએ. આ સંદેશ એમએસએમઈને તેમના સાહસોનો ઇન્શ્યોરન્સ લેવાના મહત્વ સમજવા વિનંતી કરે છે.
હેશટેગ #SalaamMSME સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભારતના એમએસએમઈ સમુદાયની હિંમત, બલિદાનો અને અનન્ય જોશને સલામ કરે છે અને વ્યવસાયની સુરક્ષાની મહત્વની ભૂમિકા પર દેશવ્યાપી ચર્ચા છેડે છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના રિટેલ અને ગવર્મેન્ટ બાબતોના વડા આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે ભારતના એમએસએમઈના અદ્વિતીય જોશ અને ઉદ્યોગસાહસિકતાની ખેવનાને સલામ કરીએ છીએ. અમારા માટે રિસ્ક મેનેજમેન્ટ એ માત્ર પોલિસીથી વધુ છે. તે અનિશ્ચિતતાની વચ્ચે એમએસએમઈને ટકી રહેવા માટે જરૂરી જ્ઞાન, સાધનો અને સુરક્ષા સાથે તેમને સજ્જ કરવાનું મિશન છે. હાલ 5.9 કરોડ એમએસએમઈમાંથી 10 ટકા કરતા પણ ઓછા એકમો ઇન્શ્યોરન્સ ધરાવે છે ત્યારે જાગૃતતા અને સુલભતાની જરૂરિયાત પહેલા કરતાં અનેકગણી મહત્વની બની ગઈ છે. અમારા #SalaamMSME કેમ્પેઇન, ટેક સંચાલિત ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ અને સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી અમે વ્યવસાય માલિકોને તેમના સપનાંની સુરક્ષા કરવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે સક્ષમ કરીએ છીએ. નિષ્ફળતા એ કોઈ વિકલ્પ નથી અને સાથે સાથે સુરક્ષા પણ વિકલ્પ ન હોવી જોઈએ.
ભારતમાં દરેક એમએસએમઈ વ્યવસાય પાછળ હિંમત, મહત્વાકાંક્ષા અને અડગ સ્થિતિસ્થાપકતાની એક શક્તિશાળી વાર્તા છુપાયેલી છે. એમએસએમઈ ઉદ્યોગસાહસિકો ફક્ત સાહસોનું નિર્માણ કરતા નથી. તેઓ ભવિષ્યનું નિર્માણ કરે છે, આજીવિકાને બળ આપે છે અને આપણા અર્થતંત્રને મજબૂત બનાવે છે. છતાં, ઘણા લોકો માટે, આ સપનાંને સુરક્ષિત રાખવાનો વિચાર એક પછીનો વિચાર રહે છે. #SalaamMSME સાથે, અમે તે માનસિકતાને બદલવાનો ધ્યેય રાખીએ છીએ. તે તેમની હિંમતને સલામ કરે છે અને સુરક્ષા એક જરૂરિયાત છે તેની યાદ અપાવે છે. અમારા બિઝનેસ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે અમે વિશ્વસનીય રિસ્ક પાર્ટનર તરીકે તેમની યાત્રાને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ વાત સ્વીકારે છે કે જ્યારે એમએસએમઈ તેમના વ્યવસાયોના નિર્માણ માટે સાહસિક જોખમો લે છે, ત્યારે ટકાઉ વિકાસ માટે તે જોખમોને ઘટાડવા પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની ખાસ તૈયાર કરેલી શ્રેણી દ્વારા કંપની એમએસએમઈને તેમના કર્મચારીઓ, સંપત્તિઓ અને કામગીરીનું રક્ષણ કરવા માટે સશક્ત બનાવે છે.
ઉદાહરણ તરીકે એમએસએમઈ સુરક્ષા કવચ પોલિસી એક વ્યાપક બંડલ પ્રોડક્ટ છે જે વ્યવસાયોને નિર્ધારિત વીમાકૃત જોખમોને કારણે થતા નુકસાનથી રક્ષણ આપે છે, ઉપરાંત એસએફ STFI (Storms, Tempests, Floods, Inundation etc.) અને આતંકવાદ માટે વૈકલ્પિક કવર પણ પ્રદાન કરે છે, જે યોગ્ય સ્તરનું રક્ષણ પસંદ કરવા માટે સુગમતા પ્રદાન કરે છે. વધુમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ મરીન, ફાયર, જવાબદારી, કર્મચારી વળતર અને એન્જિનિયરિંગ, બિઝનેસ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતના નાના વ્યવસાયો નવી ઊંચાઈઓ સર કરે ત્યારે સુરક્ષિત રહે.
આ ઓફરિંગ્સ દ્વારા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ‘નિભાયે વાદે’ ના તેના બ્રાન્ડ વચનની પુનઃપુષ્ટિ કરે છે, જે ભારતના એમએસએમઈની સાથે મજબૂત રીતે ઊભા છે કારણ કે તેઓ તકો અને અનિશ્ચિતતાઓ બંનેનો સામનો કરી રહ્યા છે.
