ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શુક્રવારે અપસેટની હારમાળા સર્જાઈ હતી અને કેટલાક ક્રમાંકિત ખેલાડીઓ બહાર થઈ હયા હતા. આ ટુર્નામેન્ટ 26મી થી 29મી જૂન દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ છે.
વિમેન્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ભાવનગરની નામના જયસ્વાલ (16મી ક્રમાંકિત)એ મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
મેન્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં મોખરાના ક્રમના અને ફેવરિટ ચિત્રાક્ષ ભટ્ટ અને બીજા ક્રમના પ્રથમ મદલાણીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો પરંતુ અમદાવાદના અભિલાષ રાવલ ટકી શક્યો ન હતો અને તેના જ શહેરના તથા બિનક્રમાંકિત અભિલક્ષ પટેલ સામે 0-3થી હારી ગયો હતો. અન્ય બિનક્રમાંકિત ખેલાડી દેવર્ષ વાઘેલાએ સાતમા ક્રમના જન્મેજય પટેલને હરાવીને મેન્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
બિનક્રમાંકિત તક્ષ કોઠારી (સુરત)એ પવન કુમારને 3-1થી હરાવીને બોયઝ અંડર-19ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હચો. જ્યારે ચોથા ક્રમના ધ્યેય જાનીએ વડોદરાના વેદ પંચાલને હરાવીને આગેકૂચ કરી હતી. છઠ્ઠા ક્રમના હર્ષવર્ધન પટેલે ત્રીજા ક્રમના પૂજન ચંદારાણાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજા ક્રમનો જન્મેજય પટેલ સેમિફાઇનલમાં પ્રવેશનારો ચોથો ખેલાડી હતો જેણે હિમાંશ દહિયાને 3-0થી હરાવ્યો હતો.
જોકે અંડર-19 બોયઝની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પણ અપસેટ સર્જાયા હતા. મોખરાના ક્રમનો આયુષ તન્ના સુરતના જ તક્ષ સામે સીધી ગેમમાં હારી ગયો હતો જ્યારે વેદ પંચાલે પાંચમા ક્રમના અભિલક્ષને હરાવ્યો હતો.
પરિણામોઃ
મેન્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ હેત ઠાકર 11-8,11-9,9-11,11-4; જલય મહેતા જીત્યા વિરુદ્ધ હર્ષવર્ધન પટેલ 4-11,11-9,11-7,11-8; અભિલક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ અભિલાશ રાવલ 11-5,11-8,11-6; ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ રિયાન દત્તા 11-7,11-6,11-6; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-7,11-8,11-7; પ્રથમ મદલાણી જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 12-10,11-6,10-12,11-5; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ સાહિબજ્યોતસિંઘ જગ્ગી 11-8,6-11,11-6,5-11,11-7; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ ભાવિન દેસાઈ 11-5,117,11-6.
બોયઝ અંડર-19 ક્વા. ફાઇનલઃ તક્ષ કોઠારી જીત્યા વિરુદ્ધ પવન કુમાર 7-11,11-6,11-8,13-11; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 11-5,12-10,7-11,6-11,11-1; હર્ષવર્ધન પટેલ જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 11-33,11-6,7-11,7-11,11-6; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 11-3,12-10,12-10.
બોયઝ અંડર-19 પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ તક્ષ કોઠારી જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-2,11-9,12-10; પવન કુમાર જીત્યા વિરુદ્ધ પરમ પરમાર 11-5,11-4,11-7; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 11-7,11-8,11-9; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ આરવ સિંઘવી 11-5,11-3,11-8; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 9-11,9-11,11-9,11-7,13-11; હર્ષવર્ધન પટેલ જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-8,11-6,11-7; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ હેત ઠક્કર 12-10, 11-5,11-9; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડીયા 4-11,5-11,11-9,11-9,11-6.
