અમદાવાદ: ગૂગલ AIથી બોગસ ટિકિટ બનાવી રેલવેમાં મુસાફરી કરવાનું રેકેટ ઝડપાયું, CTIની સતર્કતાથી ભાંડો ફૂટ્યો

11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસમાં તપાસ દરમિયાન કૌભાંડ પ્રકાશમાં આવ્યું; રેલવે પોલીસે ગોંડલથી મુખ્ય સૂત્રધાર સહિત ૩ આરોપીઓને દબોચ્યા અમદાવાદ: પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની તીક્ષ્ણ સતર્કતાને કારણે અમદાવાદમાં ગૂગલ AI (Google AI) એપ્લિકેશનના ઉપયોગથી બનાવટી (બોગસ) રેલવે ટિકિટો બનાવી મુસાફરી કરવાના એક આશ્ચર્યજનક ષડયંત્રનો ખુલાસો થયો છે. રેલવે તંત્ર અને રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત કાર્યવાહી…