Breaking

વારાણસીમાં એક મોમોસના ચક્કરમાં બે જૂથો વચ્ચે ટકરાવ

Spread the love

બે પક્ષો વચ્ચે ઇંટો-પથ્થરો ફેંકવાની ઘટનાથી વિસ્તારમાં નાશભાગ

વારાણસી

ગઈકાલે રાતે લગભગ આઠ વાગ્યા આસપાસ એક મોમોઝ માટે ઉત્તરપ્રદેશમાં બે જૂથો વચ્ચે બબાલ થઇ હતી. પીએમ મોદીના મતવિસ્તાર એટલે કે વારાણસીના આદમપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આ ઘટના બની હતી. બે પક્ષો વચ્ચે ઇંટો-પથ્થરો ફેંકવાની ઘટનાથી વિસ્તારમાં નાશભાગ મચી ગઈ હતી. આ વિસ્તારમાં લગભગ અડધી કલાક સુધી પથ્થરમારો ચાલ્યો હતો.

આ ઘટનાના કારણે ઘણા લોકોને ઇજા થઇ હતી. પોલીસે તરત જ ઇજાગ્રસ્તોને ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તે જ સમયે, પોલીસ ઘણા લોકોની અટકાયત કરી રહી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, મોમો વેચનાર સહિત ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જેતપુરા, સારનાથ, કોતવાલી અને આદમપુર પોલીસ સ્ટેશનના દળોને બોલાવવામાં આવ્યા હતા.

કરણ નામનો યુવક વિજયપુરા ચારરસ્તા પાસે મોમોસની દુકાન ચલાવે છે. ખજુરિયામાં રહેતો એક યુવક અરુણ રાજભર મોમોસ ખરીદવા આવ્યો હતો. મોમોસ લેતી વખતે એક ટુકડો જમીન પર પડ્યો આવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાં હાજર લોકોએ અરુણ રાજભરના યુવકને ઢોર માર માર્યો હતો. થોડી વાર પછી ઘાયલ યુવક પણ ઘણા લોકો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો. થોડી જ વારમાં બંને પક્ષો સામસામે આવ્યા અને પથ્થરમારો શરૂ થયો. આ ઘટનાથી વિસ્તારમાં ભારે નાશભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ એડિશનલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર ચિનપ્પા શિવસિમ્પી અને ડીસીપી કાશી ઝોન આરએસ ગૌતમ મોટી સંખ્યામાં ફોર્સ સાથે પહોંચ્યા અને પરિસ્થિતિ કંટ્રોલમાં લીધી હતી. સાવચેતીના પગલા તરીકે ઘટના સ્થળે પીએસી તૈનાત કરવામાં આવી હતા.

1 total views , 1 views today

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *