શ્રીનગરમાં અપગ્રેડેડ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યા

આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા નવી દિલ્હીભારતે પાકિસ્તાન અને ચીન બંને મોરચે કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા શ્રીનગરમાં પર અપગ્રેડેડ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યા છે. આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે.ભારતે પુલવામા હુમલા બાદ વર્ષ 2019માં બાલાકોટમાં હવાઈ હુમલો કરીને ઘણા આતંકવાદી…

નૂહની સરકારી શાળાઓમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે છે

હિંસાને જોતા, જિલ્લામાં સ્થગિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી 15 ઓગસ્ટથી જ શરૂ થશે નૂહનૂહમાં ચાલી રહેલા સાંપ્રદાયિક અથડામણના 11 દિવસ પછી શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરુ કરવામાં આવી છે. ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં ભણવા માટે બહુ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે છે. મોટાભાગની સરકારી શાળાઓમાં ખાલીખમ વર્ગખંડ જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હરિયાણા…

ભૂસ્ખલનમાં દટાયેલી કારના મૃતકોમાં અમદાવાદના ત્રણ સામેલ

પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના મણિનગરના રહેવાસી હતા, જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી એકવાર…

રાજસ્થાનની ભૂમિ દુષ્કર્મની ભૂમિઃ વિજયા રાહટકર

પ્રજાની સૌથી વધુ અવગણના કરનારી ગેહલોત સરકારને જનતા વિધાનસભાની ચૂંટણીના મતદાનથી બદલી નાખશેઃ ભાજપના રાષ્ટ્રીય સચિવ જયપુરરાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય સચિવે રાજસ્થાનની ભૂમિને દુષ્કર્મની ભૂમિ ગણાવી છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને રાજસ્થાનના સહ પ્રભારી…

વિપક્ષી ગઠબંધન ઘમંડી, મણિપુર મુદ્દે રાજકારણ કરે છેઃ મોદી

અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યોઃ વડાપ્રધાન નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષ પર ઘમંડી ગઠબંધન ગણાવતા મણિપુર પર માત્ર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું, અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને…

દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેન્દ્રનું જાહરનામું

19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો, દિલ્હી સરકાર સુધારેલા કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારશે નવી દિલ્હીસંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને મંજૂરી આપી હતી. આ સાથે 19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો છે. અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો,…

કાશ્મીર ખીણમાં સ્થાનિકો સહિત 109 આતંકી સક્રિય હોવાનો સૈન્યનો દાવો

તાજેતરમાં ઘાટીમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. શક્ય છે કે આ તમામ વિદેશી આતંકવાદીઓ ઘણા વર્ષોથી ઘાટીમાં ક્યાંક છુપાયેલા હોય શકે છે નવી દિલ્હીજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર સુરક્ષા દળો પોતાની પકડ વધુ કડક કરી રહ્યા છે. વિદેશી (પાકિસ્તાની) અને સ્થાનિક આતંકવાદીઓ સતત એન્કાઉન્ટરમાં માર્યા જાય છે. ગયા વર્ષે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 91 આતંકવાદીઓ માર્યા ગયા…

મણિપુર મુદ્દે અમને સંસદમાં બોલવા ન દેવાયાઃ લોરહો પફોજ

અમારા હાથ બંધાયેલા છે, અમે ભાજપના સાથી છીએ, તેથી અમારે કેટલાક આદેશોનું પાલન કરવું પડશેઃ સાસંદ નવી દિલ્હીભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી પક્ષ નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના એક સાંસદે મણિપુર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. એનપીએફ સાંસદ લોરહો પફોજે કહ્યું કે અમને મણિપુર મુદ્દે સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. પફોજે કહ્યું કે અમે મણિપુર પર…

રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં યુરોપિયન દેશોના પ્રવાસે જશે

રાહુલ ગાંધી યુરોપના દેશો, બેલ્જિયમના બ્રસેલ્સ, નોર્વેના ઓસ્લો અને ફ્રાન્સમાં પેરિસ જશે. તે યુરોપિયન સંસદની પણ મુલાકાત લેશે અને ઈયુ સાંસદો સાથે વાતચીત કરશે નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને તેમનું સાંસદ સદસ્યતા તેમજ 12 તુગલક રોડ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન પરત મળી ગયું છે. હાલ કોંગ્રેસના નેતા રાહુલનો ઉત્સાહ જોશમાં પરીવર્તન…

રિઝર્વ ટિકિટને નિર્ધારિત તારીખના 48 કલાક પહેલાં રિ-શેડ્યુલ કરાવી શકાય છે

કામકાજના સમય દરમ્યાન રિઝર્વેશન કાઉન્ટર પર જઈ અને તેની ફી ભર્યા પછી તરત ટિકિટનું બીજીવાર શેડ્યુલ કરાવી શકાય છે નવી દિલ્હીભારતીય રેલવેમાં કન્ફર્મ ટિકિટ મળવી ખૂબ જ મુશ્કેલ કામ છે. કન્ફર્મ ટિકિટ મેળવવા માટે તમારે પહેલાથી જ તૈયારી કરવી પડે છે. રજાઓની સિઝનમાં કે તહેવારની સિઝન દરમ્યાન તો પહેલા બુકિંગ કરાવવા જઈએ તો પણ કન્ફર્મ…

મધ્ય પ્રદેશમાં 50 ટકા કમિશનનો પ્રિયંકા ગાંધીના આક્ષેપ

પ્રિયંકા ગાંધીને આક્ષેપો સંદર્ભે પુરાવા આપવા શિવરાજ સિંહનો પડકાર ભોપાલમધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના એક ટ્વિટથી ભાજપ અને કોંગ્રેસ નેતા સામ-સામે આવી ગયા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટમાં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં 50% કમીશન આપતા જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ મળે છે. કર્ણાટકમાં ભ્રષ્ટ ભાજપ સરકારે 40% કમીશન વસૂલતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ…

મહિનાઓથી સળગી રહેલા મણિપુર પ રમોદી માત્ર બે મિનિટ બોલ્યાઃ રાહુલ ગાંધી

મોદી મણિપુરની આગને ઓલવવા જ નથી માગતા મણિપુરમાં શાંતિ લાવવા સૈન્યને તહેનાત કરવાની જરુર હોવાનો રાહુલનો અભિપ્રાય નવી દિલ્હીરાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સંસદમાં વડાપ્રધાન મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આપેલા જવાબ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી સળગી રહ્યું છે અને પીએમ મોદી તેના…

આસામ રાઈફલ્સને રાજ્યમાં રાખવા અંગે મૈતેઈ-કૂકી સમુદાયના જુદા-જુદા અભિપ્રાય

બંને સમુદાયના ધારાસભ્યોએ આસામ રાઈફલ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો ઈમ્ફાલમણિપુરમાં 3 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી જાતીય હિંસા વચ્ચે દેશના સૌથી જૂના અર્ધલશ્કરી દળ આસામ રાઈફલ્સને લઈને વિવાદ શરૂ થયો છે. વિરોધ એ વાતનો છે કે રાજ્યના બે મુખ્ય સમુદાયો મૈતેઈ અને કુકી સામ-સામે છે. બંને સમુદાયના ધારાસભ્યોએ આસામ રાઈફલ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર…

ભારતમાં પણ એરિસ વેરિયન્ટની એન્ટ્રી, નિષ્ણાતોનું એલર્ટ

ઓમિક્રોન પરિવારના કહેવાતા આ નવા વેરિયન્ટને સમજવા માટે હજુ પણ અભ્યાસ ચાલી રહ્યો છે, હાલ આ વેરિયન્ટને વધુ સંક્રમણ ફેલાવનારા વેરિયન્ટમાંથી એક માનવામાં આવી રહ્યો છે નવી દિલ્હીવિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે, જોકે હજુ ખતરો ટળ્યો નથી. તાજેતરમાં જ યુકેમાં કોરોનાના નવા વેરિયન્ટ ઈજી.5.1ની પુષ્ટિ કરવામાં આવી છે, જેને વૈજ્ઞાનિકોએ ‘એરિસ’ નામ…

જવાનોની સુરક્ષા માટે સૌથી હલકું બૂલેટ પ્રુફ જેકેટ બનાવાયું

આ જેકેટ  8 એકે-47 એચએસસી અને 6 સ્નાઈપર એપીઆઈ બુલેટનો સામનો કરવા સક્ષમ છે નવી દિલ્હી આઈઆઈટી દિલ્હીના સંશોધકોએ ભારતીય જવાનોની સુરક્ષા માટે બનાવ્યું અત્યાર સુધીનું સૌથી હલકું બુલેટપ્રૂફ જેકેટ છે. વજનમાં હલકું હોવા છતાં આ આધુનિક બુલેટપ્રૂફ જેકેટમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જેકેટ  8 એકે-47 એચએસસી અને 6 સ્નાઈપર એપીઆઈ બુલેટનો…

હરિયાણાના નૂહમાં સરકારી યોજનાના ઘરો પર પણ બૂલડોઝર ફેરવાયું

હરિયાણા સરકારે નૂહમાં 1208 જેટલા બાંધકામો ધ્વસ્ત કરી નાખ્યા, ઈન્દિરા આવાસ યોજના તથા પ્રિયદર્શની આવાસ યોજનાના મકાનો ધ્વસ્ત રોહતક પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટના આદેશ કોમી રમખાણો સહન કરી ચૂકેલા નૂહમાં બુલડોઝર એક્શનની કાર્યવાહી અટકી તો ગઈ છે પણ તેના પહેલા હરિયાણા સરકારે નૂહમાં 1208 જેટલા બાંધકામો ધ્વસ્ત કરી નાખ્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જોકે…

રાહુલના સજા પર સ્ટે ન આપનારા જસ્ટિસ હેમંત પ્રચ્છકની પટના બદલીની ભલામણ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજે, જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને જસ્ટિસ સમીર જે દવેની પણ અન્ય કોર્ટમાં બદલી માટે ભલામણ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની બદલી માટે ભલામણ કરી છે તેમજ તેમના સિવાય ગુજરાત હાઈકોર્ટના અન્ય ત્રણ ન્યાયાધીશની પણ બદલી માટે…

ભૂસ્ખનને લીધે કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરાયો

હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો સિમલા હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે. ચક્કી મોર પાસે કાલકા-શિમલા નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરાયો છે. હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે….

ડૉક્ટર કોઈ દવાની કંપનીની જાહેરાત નહીં કરી શકે

ડૉક્ટરો હવે હિંસક રોગીની સારવાર કરવાથી ઈનકાર કરી શકશે, કમિશને વર્ષથી લંબિત રજિસ્ટર્ડ મેડિકલ વ્યવસાયિક આચરણ વિનિયમ સંબંધિત નોટિફિકેશન જાહેર કર્યું નવી દિલ્હી ડૉક્ટરો હવે હિંસક રોગીની સારવાર કરવાથી ઈનકાર કરી શકશે. તેની સાથે જ કોઈ પણ દવા કંપનીની જાહેરાત નહીં કરી શકે. જો કોઈ એવો મામલો સામે આવશે તો તેમના લાયસન્સ રદ કરવામાં આવી…

મુરાદાબાદમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ

બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા હતા અને વોક પર નિકળેલા નેતા પર તાબડતોબ ગોળીઓ ચલાવી મોતને ઘાટ ઉતારી દીધા મુરાદાબાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ભાજપ નેતાની ત્રણ બદમાશોએ ગોળી મારી જાહેરમાં કરી હત્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના સમયે ભાજપના નેતા એપાર્ટમેન્ટની બહાર વૉક પર નીકળ્યા હતા. આ દરમિયાન જ બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા…