કાશી મથુરાના ધાર્મિક સ્થળ હિંદુઓને મળે તો વિવાદ પૂરોઃ ગોવિંદ દેવ ગિરી મહારાજ

ત્રણેય મંદિરો શાંતિપૂર્ણ રીતે મળી જાય તો અમે અન્ય ધાર્મિક સ્થળો પર ધ્યાન આપવાનું પણ ઈચ્છતા નથી, કારણ કે આપણે ભવિષ્યમાં જીવવાનું છે, ભૂતકાળમાં જીવાશે નહીં પુણેખૂબ લાંબા ચાલેલા વિવાદ અને સંઘર્ષ બાદ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના કેસમાં કોર્ટે મંદિર તરફી ચુકાદો આપ્યો હતો અને તાજેતરમાં અહીં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. હવે મથૂરા અને કાશી નો…

સંજય રાઉતે એક નેતાનો ગુંડા સાથે ફોટો શેર કરતાં ખળભળાટ

સરકારના બાળરાજાનો જન્મદિવસમાં બાળરાજાને શુભેચ્છા આપનારી વર્તુળમાં દેખાતી આ વ્યક્તિ કોણ તે શોધવા શિવસેનાના નેતાનો દાવો મુંબઈમહારાષ્ટ્રમાં રાજકારણમાં હંમેશાં ગરમાટો જ રહેતો હોય છે. તાજેતરમાં જ સત્તાધારી ત્રણ પક્ષમાંથી બે વક્ષ વચ્ચે થયેલા ઝગડા અને ગોળીબારને લીધે રાજકારણ ગરમાયું હતું તો ફરી એક નેતાનો એક ગુંડા સાથેનો ફોટો શેર કરી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભાના સાંસદ…

હું ક્યારેય મોદીનો દુશ્મન નહતો, હજુ પણ નથીઃ ઉદ્ધવ ઠાકરે

\એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો તો કર્યા પરંતુ તેમના શબ્દો જાણે વડા પ્રધાન મોદીને મનાવવા માટે નિવેદન આપતા હોય તેવું લાગતું હતું મુંબઈશિવસેના (યુટીબી)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 4 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો તો કર્યા પરંતુ તેના શબ્દો જાણે વડા પ્રધાન મોદીને મનાવવા…

ચંપઈ સોરેન સરકારે 47-29 મતથી વિશ્વાસનો મત જીતી લીધો

31 જાન્યુઆરીનો કાળો દિવસ દેશની લોકશાહીમાં જુદી રીતે જોડાયો, હું જાણું છું ત્યાં સુધી એ દિવસે દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈઃ હેમંત સોરેન રાંચીઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા(જેએમએમ)ની આગેવાનીની ચંપઈ સોરેન સરકારે અગ્નિ પરીક્ષા પાસ કરી છે. નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે. મહત્ત્વનું છે કે, ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા પૂર્વ…

કોટામાં બીટેકની તૈયારી કરતા છાત્રએ પંખા પર લટકી જીવન ટૂંકાવ્યું

27 વર્ષીય વિદ્યાર્થી નૂર મોહમ્મદ મૈનુદ્દીન ઉત્તર પ્રદેશના 503-કે વીરપુર કટરુ ગોંડાનો રહેવાસી હતો, બીટેકની તૈયારી માટે કોટાના વિજ્ઞાન નગરમાં પીજીમાં રહેતો હતો જયપુર કોટામાં વધુ એક વિદ્યાર્થીએ પંખા પર લટકીને સુસાઈડ કરી લીધુ છે. રાજસ્થાનનું કોચિંગ હબ કહેવાતુ કોટા આ વર્ષે પણ સ્ટુડન્ટ સુસાઈડને લઈને ચિંતાનો વિષય બની ગયુ છે. રાજ્ય સરકાર અને તંત્રના…

દેશના કેટલાક ભાગમાં બે દિવસમાં વરસાદ પડવાની શક્યતા

કેટલાક ભાગોમાં કરાં પણ પડવાનો પૂરો સંભવ, લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધશે પુના, નવી દિલ્હી : ભારતના હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે ચંડીગઢ, પંજાબ, ઉત્તર રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા બિહારમાં આગામી એક બે દિવસમાં જોરદાર પવનો સાથે વરસાદની ઝડી બોલશે, તથા કેટલાક ભાગોમાં કરાં પણ પડવા પૂરો સંભવ છે. આ…

કોચ્ચિ બીચ પર વિદેશી પ્રવાસીઓએ જાતેજ કચરો સાફ કર્યો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક રશિયન પ્રવાસીઓ કથિત રીતે કોચ્ચિ બીચની સફાઈ કરતા દેખાઈ રહ્યા છે કોચ્ચિ કેરળના પ્રવાસન વિભાગે ત્યારે ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે કેટલાક વિદેશી પ્રવાસીઓએ કોચ્ચિ બીચ પર જાતે જ કચરો સાફ કરવાનું કામ હાથ ધર્યું હતું. ખરેખર સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો…

જ્ઞાનવાપીમાં હિંદુઓને પૂજાની મંજૂરીથી મુસ્લિમોમાં રોષ, તંત્ર એલર્ટ

જુમ્માની નમાઝને લઈને પરિસરની આસપાસ ભારે સુરક્ષા બંદોબસ્ત કરાયો વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં કોર્ટે પૂજા કરવાનો અધિકાર આપી દીધાં બાદથી વારાણસીમાં તંગદિલીપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. આ શહેર હાલમાં છાવણીમાં ફેરવાઈ ગયું છે. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસના કારણે છેલ્લા બે દિવસથી અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. આજે શુક્રવારે જુમ્માની…

બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ ગાંધીનગર નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ હતું. વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ…

ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્યમંત્રીની તાજપોશી

કોંગ્રેસના ક્વોટામાંથી આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા રાંચી ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્યમંત્રીની તાજપોશી થઇ ચૂકી છે. ચંપઈ સોરેને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય કોંગ્રેસના ક્વોટામાંથી આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને આ શપથ…

નીતિશ બાદ મમતા ઈન્ડિયા સાથે છેડો ફાડે એવી શક્યતા

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર સતત હુમલા વચ્ચે ડાબેરી પક્ષોના નેતાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી નવી દિલ્હી  ઈન્ડિયા ગઠબંધનને વધુ એક મોટો આંચકો લાગવાની તૈયારી છે. નીતીશ કુમાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી પર ગઠબંધન સાથે છેડો ફાડી શકે છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા…

ગુજરાતમાં માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપમાં પાંચ વર્ષમાં છ ગણો વધારો

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારી તકોનું સર્જન વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની…

પ.બંગાળમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, કારના કાંચ તૂટ્યા

કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે કોલકાતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર પશ્ચિમ બંગાળના માલદામાં હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આ હુમલો તેમની કાર પર આજે થયો હતો. ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પથ્થર…

જ્ઞાનવાપીમાં નમાઝ પર રોક, પૂજાપાઠ શરૂ કરવા સુપ્રીમમાં અપીલ

હિન્દુ સંગઠન હિન્દુ સિંહ વાહિની સેનાએ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસને પણ આ મામલે પત્ર લખ્યો નવી દિલ્હી વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ અંગે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) નો રિપોર્ટ જાહેર થયા બાદ હિન્દુ સંગઠનોએ ત્યાં નમાઝનો વિરોધ શરૂ કરી દીધો છે. હિન્દુ સંગઠનોએ એક અરજી સાથે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી જેમાં જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ પઢવા પર…

અમુક લોકોનો સ્વભાવ હોબાળો કરવાનો જ થઇ ગયો છેઃ મોદી

વિરોધના સ્વર ભલે ગમે તેટલા તીખા હોય પણ જેણે ગૃહમાં ઉત્તમ વિચારો રજૂ કર્યા હશે તેમને એક મોટાભાગના લોકો યાદ કરે છેઃ વડાપ્રધાન નવી દિલ્હી સંસદનું આજે બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ પણ રજૂ કરવાની તૈયારી છે. તેના પર ગૃહમાં ચર્ચા કરાશે. આ દરમિયાન પીએમ મોદીએ સત્રની શરૂઆત પહેલાં પત્રકારો…

બેઠક વહેંચણી મામલે એક તરફી નિર્ણય ન લઈ શકાયઃ જયરામ રમેશ

હજુ સુધી અમારા તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, ગઠબંધનમાં સામેલ તમામ સભ્યોનો સમાન મત હોવો જોઈએઃ કોંગ્રેસ નેતા કટિહાર ઈન્ડિયાગઠબંધનમાં સીટ વહેંચણીનું કોકડુ હજુ પણ વણઉકેલાયેલું જ છે. સીટ વહેંચણીના ફસાયેલા પેચ માટે કોઈ સુખદ સમાધાન નથી આવ્યું. ત્યારે હવે ગઠબંધનમાં સીટ વહેંચણી પર ચાલુ થયેલા રાજકીય ઘમાસાણ પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા…

હિમાચલમાં ભૂસ્ખલનથી નેશનલ હાઈવે 4 સહિત 130 રસ્તા બંધ

હિમવર્ષાથી અટલ ટનલ રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા, મનાલીમાં નેહરુ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવાયો શિમલા હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફ થર જામી ગયા છે જેના…

ટીપુ સુલ્તાનન પ્રતિમા પર ચપ્પલની માળા પહેરાવાતા લોકો રસ્તા પર ઊતર્યા

રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ કરી રોડ પર ટાયરો સળગાવ્યા, પોલીસનો કાફલો દોડી આવ્યો મૈસુર કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ટીપુ સુલતાનના ફોટો પર ચપ્પલની માળા મળી આવતા તંગદિલી સર્જાઈ છે. સિરવાર શહેરમાં મૈસુરના પૂર્વ શાસનની મૂર્તિનું અપમાન કરવા મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ…

જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિંદુઓ પૂજા કરી શકશે

હિન્દુ પક્ષો કોર્ટના નિર્ણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે વારાણસી જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિંદુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે વ્યાજ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આ ઉપરાંત સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ…