ફ્લોર ટેસ્ટ પહેલાં આરજેડી અને ઈન્ડિયાગઠબંધનના સાથીઓ ક્રિકેટ રમ્યા

Spread the love

ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઈટેડ, કોંગ્રેસ જેવા તમામ રાજકીય પક્ષોએ તેમના ધારાસભ્યોની વાડાબંધી

પટના

બિહારમાં આજે નીતીશ કુમાર સરકારે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાનું છે. તમામ નજરો આજે એચએએમના ધારાસભ્યો પર છે. નીતીશ કુમાર મહાગઠબંધનની સરકારમાંથી છેડો કરીને તાજેતરમાં જ એનડીએમાં જોડાઈ ગયા હતા અને આજે તેમની સરકારનું ફ્લોર ટેસ્ટ છે. જેને લઈને બિહારનું રાજકારણ ગરમાયું છે.  ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), જનતા દળ યુનાઈટેડ (જેડીયુ), કોંગ્રેસ જેવા તમામ રાજકીય પક્ષોએ તેમના ધારાસભ્યોની વાડાબંધી કરી રાખી છે કે જેથી કરીને કોઈ વોટ ના તોડી શકે. 

આ સૌની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવનો નિવાસ દેખાય છે જ્યાં આરજેડી અને ઈન્ડિયાગઠબંધનના સાથીઓ ક્રિકેટ રમતાં દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે નીતીશ કુમાર સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં આરજેડી, કોંગ્રેસના નેતાઓ હળવા મૂડમાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *