સંવેદનશીલ માહિતી ચોરી અંગે ગૂગલ ક્રોમમાં સિક્યોરિટી એલર્ટ જાહેર કરાયું

Spread the love

એલર્ટ ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જારી કરાયું, ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે


નવી દિલ્હી
જો તમે ગૂગલ ક્રોમ યૂઝર્સ છો અને તમે પોતાના મોબાઈલ અથવા લોપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો અલર્ટ થઈ જજો. કારણ કે, ગૂગલ ક્રોમ ભારત માટો ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ગૂગલ ક્રોમ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, લગભગ 66% સર્ચ માર્કેટ પર ગૂગલ ક્રોમનો કબજો છે. આવી સ્થિતિમાં તમામ મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યૂટર યૂઝર્સે ધ્યાન આપવું જોઈએ. ગૂગલ ક્રોમમાં સિક્યોરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના ઉપયોગથી તમારી સંવેદનશીલ માહિતી ચોરી થઈ શકે છે.
સરકારે જણાવ્યું કે, ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આ એલર્ટ ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જારી કરવામાં આવ્યુ છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. આ સાથે જ તેમાં મેલેશિયસ કોડ નાખી કરી શકાય છે. આ રીતે હેકર્સ યુઝર્સના સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે. સીઈઆરટી-ઈન દ્વારા સિક્યોરિટી એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં વેબ પેજ પર એટેકર્સ હુમલો કરી શકે છે.
શું કરવું જોઈએ?

  • યૂઝર્સે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ કરતી વખતે ખૂબ સતર્ક રહેવું જોઈએ.
  • જો તમે કોઈ અજાણી વેબસાઈટ પર વિઝિટ કરો છો તો તે વખતે એલર્ટ રહેવું જોઈએ.
  • યૂઝર્સે કોઈ થર્ડ પાર્ટી લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ.
  • આ ઉપરાંત કોઈ બિનજરૂરી ઈમેલ કે મેસેજ પર રિપ્લાઈ ન કરવો. આ સાથે જ વાતચીત કરવાનું ટાળો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *