દિલ્હી પોલીસે અશોક ગેહલોત સામે માનહાનીનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હીરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.દિલ્હી પોલીસના રિપોર્ટના આધારે રાઉઝ એવન્યુ કોર્ટ 1 જૂને સુનાવણી કરશે. રિપોર્ટના…

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ પાછો ખેંચાવાની શક્યતા

બેંગલુરૂકર્ણાટકમાં કોંગ્રેસ સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે. આ માહિતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી પ્રિયંક ખડગેએ આપી હતી. આ સાથે તેમણે આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી પણ આપી હતી.પ્રિયંક ખડગેએ કહ્યું કે જો રાજ્યમાં શાંતિ ભંગ કરાશે તો તેમની સરકાર બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી…

ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું, મેંગલુરુથી દુબઈ ફ્લાઈટ રદ, 160 મુસાફરોનો બચાવ

મેંગલુરુમેંગલુરુથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હોવાની ઘટના સામે આવી છે. મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.મળતા અહેવાલો મુજબ આ ઘટના સવારે લગભગ 8.30 વાગ્યાની આસપાસ બની હતી. ફ્લાઈટના એક પંખા સાથે પક્ષી ટકરાતા ફ્લાઈટ…

અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારી હત્યા કરાઈ

અમૃતસરપંજાબના અમૃતસરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહી ગેંગસ્ટર જરનૈલ સિંહની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક અજ્ઞાત લોકોએ જરનૈલ સિંહ પર 20-25 ગોળીઓ મારી હતી, જેમાં જરનૈલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ઘટના અમૃતસરના બાબા બકાલા પાસેના સથિયાલા ગામની છે. અહીં કેટલાક લોકોએ જરનૈલ સિંહ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટના બાદ…

મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ફરી હિંસા, સેના બોલાવી, કર્ફ્યુ લદાયો

ઈમ્ફાલદેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. પરિસ્થિતિને જોતા શહેરમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેનાને પરત બોલાવવામાં આવી છે. હિંસાગ્રસ્ત શહેરમાં ઘણા દિવસો સુધી શાંત માહોલ બાદ આજે બપોરે ફરીથી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.સૂત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્યની રાજધાની ઇમ્ફાલના ન્યૂ ચાકોન વિસ્તારમાં મેઇતેઈ…