રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓને 7000ની મર્યાદામાં એડહોક બોનસ અપાશે

Spread the love

આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને મળશે


અમદાવાદ
ગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી ત્યારે હવે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપીને સરકારે બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની યાદીમાં વર્ગ-4ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવાયું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 7000 ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *