સીએમ અશોક ગેહલોતને આ ગેરન્ટીઓ અને તેમના કામના સહારે ફરી સત્તામાં વાપસીની આશા
જયપુર
રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસે હવે લોકોને ગેરન્ટી આપવાનું શરૂ કરી દીધું છે. ગેરન્ટી એટલે કે જો ફરીવાર કોંગ્રેસની સરકાર રચાશે તો પાર્ટી પ્રજા માટે શું શું કરશે? એ વાતની ગેરન્ટી પહેલાથી અપાઈ રહી છે. સીએમ અશોક ગેહલોતને આ ગેરન્ટીઓ અને તેમના કામના સહારે ફરી સત્તામાં વાપસીની આશા છે.
માહિતી અનુસાર સરકાર તરફથી કુલ 15 ગેરન્ટી અપાશે. તેમાંથી બે ગેરન્ટી બે દિવસ પહેલા આપી હતી હતી અને હવે વધુ 5 ગેરન્ટી આપવામાં આવી છે. સીએમ અશોક ગેહલોતે આ ગેરન્ટી લોકોને આપતાં કહ્યું કે મોંઘવારી રાહત કેમ્પમાં 8 કરોડથી વધુ ગેરન્ટી કાર્ડ વિતરણ કરાયા હતા. ચાલો કોંગ્રેસની આ ગેરન્ટી પર એક નજર કરીએ.
પ્રથમ ગેરન્ટી ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા પશુપાલકો અને ખેડૂતો માટે છે. સરકારે કહ્યું છે કે તે બે રૂપિયા કિલોના હિસાબે ગોબર ખરીદશે. આ યોજનાને ગોધન યોજના કહેવાય છે. આ છત્તીસગઢમાં પહેલાથી ચાલે છે. સરકાર અહીં પશુપાલકોથી ગોબર ખરીદે છે અને તેમાંથી ખાતર બનાવે છે.
આ ઉપરાંત ગેહલોતે કોલેજના વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાની ગેરન્ટી આપી છે. તેના માટે અમુક નિયમ બનાવાશે અને તે નિયમ ફોલો કરનારને જ લેપટોપ અપાશે. આ ગેરન્ટી યુવા વર્ગને સાધવાના પ્રયાસરૂપે અપાઈ છે.
દરેક વિદ્યાર્થીને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાની ગેરન્ટી. એટલે કે કોંગ્રેસ ફરી સત્તામાં આવશે તો જે રીતે મફત શિક્ષણ ચાલે છે એ જ રીતે તમામ બાળકોને અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરાવાશે અને તે ફરજિયાત કરાશે. તેના માટે અમુક નિયમ બનાવાશે.
ગેહલોતે ચોથી ગેરન્ટી આપી કે રાજસ્થાનમાં હવે પ્રાકૃતિક આપત્તિ આવશે તો સરકાર 15 લાખ રૂ.નો વીમા કરશે અને તે અનુસાર જ આપત્તિમાં થયેલી નુકસાનની ભરપાઈ કરશે.
પાંચમી ગેરન્ટી ગેહલોતે સરકારે આપી છે કે સરકાર ફરી સત્તામાં આવશે તો ઓપીએસ ગેરન્ટી કાયદો લાવશે. એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ અંગે ગેરન્ટી કાયદો લાવશે. જેનાથી લોકોને મોટો ફાયદો થશે.
અગાઉ બે ગેરન્ટી પ્રિયકાં ગાંધીએ રાજસ્થાનના લોકોને આપી હતી. પ્રથમ ગેરન્ટી એ કે 500 રૂપિયામાં સિલિન્ડર જેનો લાભ 76 લાખ પરિવારને મળી રહ્યો હતો અને હવે 1 કરોડ 5 લાખ પરિવારને મળશે. આ ઉપરાંત બીજી ગેરન્ટી એ છે કે મહિલાઓને દસ હજાર રૂપિયા વાર્ષિક આપવાની ગેરન્ટી. તે પણ આગામી સરકારી આપશે.