પીડિતોની ફરિયાદ બાદ પોલીસને જાણકારી મળી છે કે, સગીરો 5 વખતની નમાજ અદા કરવા માટે ગુમ રહેતા હતા
ગાઝિયાબાદ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તાજેતરમાં જ ઓનલાઈન ગેમ દ્વારા ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ઓનલાઈન કર્નવઝેશન દ્વારા ત્રણ કિશોરો સહિત 4 લોકોનું ધર્મ પરિવર્તન કરવાનો મામલો સામે આવ્યા બાદ ગાઝિયાબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે આ મામલે પાકિસ્તાન કનેક્શન હોવાના અહેવાલો મળી રહ્યા છે. દરમિયાન ગૃહમંત્રાલયે ગાઝિયાબાદ પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માંગ્યો છે. પીડિતોની ફરિયાદ બાદ પોલીસને જાણકારી મળી છે કે, સગીરો 5 વખતની નમાજ અદા કરવા માટે ગુમ રહેતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય અને રાજ્યની તપાસ એજન્સીઓ કેસના મૂળ સુધી પહોંચવા જોતરાઈ ગઈ છે. મળતા અહેવાલો મુજબ, પાકિસ્તાનની એક યુટ્યૂબ યૂથ ક્લબ ચેનલ પર ઈસ્લામિક વીડિયો બતાવાતા હતા. આ કેસની તપાસ માટે ગાઝિયાબાદ પોલીસની 4 ટીમો મુંબઈના શહનવાજ ઉર્ફે બદ્દોને શોધવામાં લાગી ગઈ છે.
પોલીસ સૂત્રો તરફથી મળતા અહેવાલો મુજબ ટુંક સમયમાં શહનવાજ ઉર્ફે બદ્દોની ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, આ મામલામાં ગાઝિયાબાદ પોલીસે અગાઉ અબ્દુલ રહેમાન ઉર્ફે નન્ને જેલમાં ધકેલી દીધો છે. હાલ ગુપ્તચર તંત્રના રડાર પર અબ્દુલ રહમાન, જે ગાઝિયાબાદના સંજય નગરમાં આવેલ મસ્જિદના કમિટી મેમ્બર છે. ઉલ્લેખનિય છે કે, કવિનગર પોલીસ સ્ટેશનમાં સગીર વિદ્યાર્થિનીના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ અઢી વર્ષથી હિન્દુ નામ બદ્દોની નકલી આઈડી બનાવી શહનવાજ ધર્મ પરિવર્તનનું નેટવર્ક ચાલી રહ્યું હતું. શાહનવાજને સિન્ડેકેટ ચલાવવા ઉપલા લેવલ પરથી ફન્ડિંગ મળતું હોવાની પોલીસને આશંકા છે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખેલનો મુખ્ય ખેલાડી ખાન શાહનવાજ સગીરોને છેતરતો હતો. જ્યારે સગીર ઈસ્લામ ધર્મથી આકર્ષાયો હોવાની તેને ખાતરી થઈ જાય, ત્યારે તે તેમને ઘરની નજીક મસ્જિદોમાં નવાજ અદા કરવા માટે દબાણ કરતો હતો. નમાઝ અદા કરતી વખતે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત ન કરવી, પોતાના વિશે કોઈપણ માહિતી ન આપવી… સહિતની સૂચનાઓ પણ તેની તરફથી અપાતી હતી અને તે એવું પણ કહેતો હતો કે, 5 વખત નમાઝ અદા કર્યા બાદ જ તે યોગ્ય રીતે ઈસ્લામનો અનુયાયી બની શકશે. ધર્મપરિવર્તન કરાવ્યા બાદ તે ઓનલાઈન દ્વારા સંપર્કમાં રહેતો હતો અને પૂછતો હતો કે નમાઝ અદા કર્યા બાદ તેમનો અનુભવ કેવો રહ્યો.