દ.આફ્રિકાના પૂર્વ ખેલાડીએ મેચમાં નબળા અમ્પાયરિંગની ભજ્જીની દલિલને ફગાવી દીધી
ચેન્નાઈ
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ખુબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને અંતિમ ક્ષણમાં 1 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનની વન-ડે વર્લ્ડ કપ 2023માં આ ચોથી હાર હતી. જો કે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે પાકિસ્તાનની હારનું કારણ ખરાબ અમ્પાયરિંગને ગણાવ્યું છે. બીજી તરફ હરભજનની આ વાતનો જડબાતોડ જવાબ સાઉથ આફ્રિકા ટીમના જ પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે આપ્યો હતો.
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 270 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકન ટીમે 47.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકાની ઇનિંગની 46મી ઓવરમાં હરિસ રઉફે તબરેઝ શમ્સીને લગભગ એલબીડબલ્યુ આઉટ કરી દીધો હતો. પરંતુ અમ્પાયરના કોલને કારણે શમ્સી બચી ગયો હતો. આ સમગ્ર મામલાને લઈને હરભજન સિંહે એક્સ (ટ્વિટર) પર ટ્વીટ કર્યું હતું. હરભજને કહ્યું હતું કે, ‘પાકિસ્તાન ખરાબ અમ્પાયરિંગ અને ખરાબ નિયમોના કારણે હારી ગયું. આઈસીસીએ આ નિયમ બદલવો જોઈએ. જો બોલ સ્ટમ્પ સાથે અથડાય છે, તો અમ્પાયરે આઉટ આપ્યો છે કે નહીં તેનાથી કોઈ ફરક નથી પડતો. નહીં તો ટેક્નોલોજીનો શું ઉપયોગ?’
સાઉથ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેનને આ મેચ દરમિયાન જ ઉસામા મીરના બોલ પર એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો અને તેણે ડીઆરએસ પણ લીધો હતો. પરંતુ અમ્પાયરના કોલને કારણે તેને પવેલિયન પરત ફરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં હરભજનના ટ્વિટનો જવાબ આપતા ગ્રીમ સ્મિથે કહ્યું, ‘ભજ્જી હું પણ અમ્પાયર વિશે એ જ વિચારી રહ્યો છે જે રીતે તમે વિચારી રહ્યા છો. પણ શું રાસી અને સાઉથ આફ્રિકા પણ આવું જ વિચારી શકે?