કરદાતાઓનું ભારણ ઓછું કરવા બ્રિટન ઘૂસણખોરોને જહાજો પર રાખશેઃ સુનક

Spread the love

ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે, તેને રોકવા માટે યુધ્ધસ્તરે કામ કરવામાં આવી રહ્યાનો બ્રિટનના વડાપ્રધાનનો દાવો

લંડન

બીજા યુરોપિયન દેશોની જેમ બ્રિટન પણ ઘૂસણખોરીની સમસ્યાથી પરેશાન છે. હવે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યુ છે કે, ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે. તેને રોકવા માટે યુધ્ધસ્તરે કામ કરવામાં આવી રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, બ્રિટનમાં ઘૂસતા પકડાઈ જનારા લોકોને કરદાતાઓના પૈસે હોટલોમાં રાખવા પડે છે. કરદાતાઓ પરનુ ભારણ ઓછુ કરવા માટે હવે બ્રિટન ઘૂસણખોરોને જહાજો પર રાખશે. આવુ એક જહાજ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને વધુ બે જહાજો પણ તૈયાર કરાવની યોજના છે. દરેક જહાજ પર 1000 લોકોને રાખી શકાશે.

સુનકે કહ્યુ હતુ કે, ઘૂસણખોરોની બોટોને અટકાવવા માટેનુ બિલ સંસદમાં પસાર થઈ ગયુ છે. હવે સરકારને ગેરકાયદેસર રીતે બ્રિટન આવનારાઓને અટકાયતમાં લેવાનો અને તેમને પાછા મોકલવાનો અધિકાર મળી જશે. હું વચન આપુ છું કે, ઘૂસણખોરોને હોટલોમાંથી બહાર કાઢવામાં આવશે અને તેમને અત્યારે મિલિટરી બેઝ કે બીજા બે વૈકલ્પિક સ્થળોએ રાખવામાં આવશે. આવા લોકોને જહાજો પર પણ રાખવામાં આવશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *