ફ્રાંસમાં એક અફઘાનીએ જનરલ બાજવાને ગંદી ગાળો ભાંડી

Spread the love

આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો છે અને તેણે જનરલ બાજવા પર અફઘાનિસ્તાનમાં જેહાદ ફેલાવવાનો આરોપ મુક્યો હતો

ઈસ્લામાબાદ

પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવાનો એક વિડિયો ગઈકાલથી ભારે વાયરલ થઈ રહ્યો છે.આ વિડિયો ફ્રાંસનો છે જ્યાં તેઓ પોતાની પત્ની સાથે વેકેશન મનાવી રહ્યા છે.

વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, જનરલ બાજવા પોતાના પત્ની સાથે કોઈ ઈમારતના દાદર પર બેઠા છે અને ત્યારે જ કોઈ એક વ્યક્તિ આવે છે અને તેમને ગંદી ગાળો આપવાનુ શરુ કરી દીધી છે.

પાકિસ્તાની મીડિયાનુ કહેવુ છે કે, આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો છે અને તેણે જનરલ બાજવા પર અફઘાનિસ્તાનમાં જેહાદ ફેલાવવાનો આરોપ મુક્યો હતો.જેના જવાબમાં જનરલ બાજવા તેને કહેતા સંભળાય છે કે, હું પાકિસ્તાનનો આર્મી ચીફ હવે નથી અને આ પ્રકારના તારા વ્યવહાર પર હું પોલીસને બોલાવીશ.આ સાંભળીને અફઘાન વ્યક્તિ વધારે ઉશ્કેરાય છે અને જનરલ બાજવાને ગંદી ગાળો આપવાનુ શરુ કરી દે છે.

આ યુવકે પાકિસ્તાની સેના પર માનવાધિકારોનુ ઉલ્લંઘન કરવાનો અને અફઘાનિસ્તાનને બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

જનરલ બાજવાએ 2022માં પાકિસ્તાની આર્મી ચીફના પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ.તાજેતરમાં જનરલ બાજવા અને પૂર્વ પીએમ ઈમરાન ખાન વચ્ચેના મતભેદો પણ સપાટી પર આવ્યા હતા.ઈમરાન ખાને બાજવા પર દેશને આર્થિક બદહાલી તરફ ધકેલવાનો અને પોતાની હત્યાનુ કાવતરુ ઘડવાનો આરોપ પણ લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *