શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા, સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો
અમદાવાદ
અમદાવાદ શહેરના કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા. સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો હતો. આઇટી વિભાગના 150થી વધુ અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું. દિવાળી ટાણે દરોડાથી બિલ્ડરોમાં દોડધામ મચી ગઇ હતી.
શિપરમ પરિસરની મુખ્ય ઓફિસમાં આઈટી વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રૃપના માલિકો છે. અવિરત ગ્રૃપ પર પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા. મોડી રાતથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.
ઓગણજ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ શિપરમ પરિસરની મુખ્ય ઓફિસ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રુપના માલિકો છે.જેમની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ અને ઓફિસ ઉપર સર્વે અને સર્ચ કરવામાં આવ્યું હતું. શિપરમ ગ્રુપ સાથે અવિરત ગ્રુપ ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ 25 જેટલા સ્થળોએ શરૂ કરવામાં આવેલી તપાસમાં ઇન્કમટેક્સ વિભાગના 150 જેટલા અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. હાલમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેની આશંકા છે. દિવાળી પહેલા શહેરના ત્રણ જેટલા નામી ગ્રુપ ઉપર દરોડાના પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સન્નાટો છવાઇ ગયો હતો.
રાજકોટમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડને લઈ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી. રાજકોટના સોની બજારમાં વીપી જવેલર્સ સીલ મારવામાં આવ્યું હતું. જ્યારે પારેખ બુલિયનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 1 હજાર 476 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્વેલર્સને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા હાજર ન થતા કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટની સોની બજારમાં આવેલી આસ્થા ટ્રેડિંગ નામની પેઢીમાંથી 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. આસ્થા ટ્રેડિંગ નામની પેઢીની તપાસમાં વી.પી. જ્વેલર્સનું નામ ખુલ્યું હતું. આસ્થા ટ્રેડિંગમાં જીએસટીની તપાસમાં બહાર આવ્યું હતું કે સોની બજારના કુલ 48 વેપારીઓએ ખોટા બિલો થકી નાણાકીય વ્યવહાર કર્યા હતા.