જળ જીવન મિશન કૌભાંડમાં રાજસ્થાનમાં આઈએએસ અધિકારીને ત્યાં ઈડીના દરોડા

Spread the love

રાજસ્થાનમાં આશરે 25 જેટલાં ઠેકાણે હાલમાં દરોડાની કાર્યવાહી કરવા ઇડીની ટીમ પહોંચી, અધિકારીઓમાં કાર્યવાહીથી ભારે ફફડાટ

જયપુર

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ઈડીની કાર્યવાહીએ ચર્ચા જગાવી છે. ગઈકાલે જ એક ઈડી ઓફિસર અને તેનો સહયોગી 15 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. ત્યારબાદ હવે જળ જીવન મિશન કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી રાજસ્થાનના અનેક અધિકારીઓ અને રાજનેતાઓ વચ્ચે હડકંપ મચી ગયો છે. 

જળ જીવન મિશન કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલે ઈડીએ રાજસ્થાનમાં એક આઈએએસ અધિકારીના પરિસર પર દરોડાની કાર્યવાહી કરી હતી. 

ઈડીએ જળ જીવન મિશન યોજના સંબંધિત તમામ ફાઈલો ચકાસવાની શરૂઆત કરી દીધી છે અને તેની સાથે સંકળાયેલા અધિકારીઓ હવે ઈડીના રડાર પર છે. સમગ્ર રાજસ્થાનમાં આશરે 25 જેટલાં ઠેકાણે હાલમાં દરોડાની કાર્યવાહી કરવા ઇડીની ટીમ પહોંચી ગઈ છે. આ મામલે આઈએએસ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.  ઇડીએ અગાઉ સપ્ટેમ્બરમાં પણ આવી જ કાર્યવાહી કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *