લોકસભાની ચૂંટણી લડવાના કંગના રનૌતે સંકેત આપ્યા

Spread the love

જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો લોકસભાની ચૂંટણી લડીશઃ કંગના

મુંબઈ

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેને હંમેશા રાજકારણમાં પ્રવેશવાને લઈને સવાલો પૂછવામાં આવે છે ત્યારે હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેણે કહ્યું છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો તે લોકસભાની ચૂંટણી લડશે.

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત રાજકીય, સામાજિક મુદ્દા પર પોતાના અભિપ્રાય આપતી હોય છે અને મીડિયા દ્વારા અનેકવાર તેમને રાજકરણામાં પ્રવેશ કરવાના તેમજ ચૂંટણી લડવાના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો અત્યાર સુધી ઈનકાર કરતી રહી હતી, જો કે અભિનેત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે અને જગતમંદિર દ્વારકાધીશના આર્શીવાદ લીધા બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ સકારાત્મક આપતા કહ્યું હતું કે જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો તે લોકસભાની ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેની ફિલ્મ તેજસ રિલીઝ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *