ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથએ પૂર્વ ઈસરો પ્રમુખ કે.સિવાન પર એક આરોપ મૂક્યો છે કે સિવાને તેમના ઈસરો પ્રમુખ બનવામાં અવરોધ પેદા કર્યો હતો

નવી દિલ્હી
ઈસરો અંગે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ અહેવાલ દક્ષિણ ભારતના મીડિયામાં ભારે ચર્ચામાં રહ્યા. જેમાં દાવો કરાયો છે કે ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથએ પૂર્વ ઈસરો પ્રમુખ કે.સિવાન પર એક આરોપ મૂક્યો છે. સોમનાથે કહ્યું કે સિવાને તેમના ઈસરો પ્રમુખ બનવામાં અવરોધ પેદા કર્યો હતો.
માહિતી અનુસાર સોમનાથે કહ્યું છે કે સિવાન ઈચ્છતા નહોતા કે હું ઈસરોનો પ્રમુખ બનું. આ આરોપ સોમનાથે તેમના જીવન પર આધારિત પુસ્તક નિલાવુ કુડિચા સિમ્હંલમાં લગાવ્યો છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ કોઈ સંસ્થાનમાં સૌથી ઊંચા પદે રહેતી વખતે અનેક પડકારો ઝિલવા પડે છે. મારી સામે પણ આવા પડકારો આવ્યા હતા. મેં મારા જીવનમાં આવેલા અનેક પડકારો વિશે ઉલ્લેખ કર્યો છે. કોઈના પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. તે કોઈ એક વ્યક્તિ સામે નથી.
સોમનાથે કહ્યું હતું કે કોઈ પણ એક ઊંચા પદ માટે અનેક લોકો યોગ્ય હોય છે. હું બસ આ મુદ્દાને ઊઠાવી રહ્યો હતો. મેં કોઈ એક વ્યક્તિ સામે નિશાન તાક્યું નથી. જોકે સોમનાથે એમ પણ કહ્યું કે ચંદ્રયાન-2 કેવી રીતે નિષ્ફળ ગયું? તેમણે કહ્યું કે ચંદ્રયાન-2 મિશન ઉતાવળના ચક્કરમાં ફેલ થયું હતું કેમ કે તેને લઈને જેટલાં ટેસ્ટ કરવાની જરૂર હતી તે કરવામાં આવ્યા નહોતા. એ ભૂલો છુપાવવામાં આવી હતી.