કેન વિલિયમ્સનના ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન

Spread the love

કેન વિલિયમ્સને વન-ડે વર્લ્ડ કપની 25 મેચની 24 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી

નવી દિલ્હી

ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે વન-ડે વર્લ્ડ કપ2023ની 35 મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડ ટીમમાં તેના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સનની વાપસી થઇ છે. બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયા બાદ તે સતત 4 મેચ રમી શક્યો ન હતો. પરંતુ પાકિસ્તાન સામે ટીમમાં પરત ફરતાની સાથે જ વિલિયમ્સને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે વન-ડે વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. 

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને વન-ડે વર્લ્ડ કપની 25 મેચની 24 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ તે ન્યુઝીલેન્ડ માટે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. વિલિયમ્સને પાકિસ્તાન સામે 79 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા. વિલિયમ્સને ન્યુઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી સ્ટીફન ફ્લેમિંગને પાછળ છોડી દીધો છે. સ્ટીફને 33 ઇનિંગ્સમાં 1075 રન બનાવ્યા છે જયારે વિલિયમ્સને 24 ઇનિંગ્સમાં 1084 રન બનાવ્યા છે.

ન્યુઝીલેન્ડ માટે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

કેન વિલિયમ્સન – 1084 રન, 24 ઇનિંગ્સ

સ્ટીફન ફ્લેમિંગ – 1075, 33 ઇનિંગ્સ 

રોસ ટેલર – 1002 રન, 30 ઇનિંગ્સ

માર્ટિન ગુપ્ટિલ – 995, 27 ઇનિંગ્સ

સ્કોટ સ્ટાયરીસ – 909 રન, 22 ઇનિંગ્સ

કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડ માટે વર્ષ 2010માં ડેબ્યૂ કર્યો હતો. તેણે 162 વનડે મેચની 154 ઇનિંગ્સમાં 48.40ની એવરેજથી 6632 રન બનાવ્યા છે. વિલિયમસનના નામે વનડેમાં 13 સદી અને 43 ફિફ્ટી છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 148 રન છે. વિલિયમસને તેના ક્રિકેટિંગ કરિયરમાં અત્યાર સુધીમાં 3 વન-ડે વર્લ્ડ કપરમ્યા છે. વર્ષ 2010માં ડેબ્યૂ કર્યાના તરત બાદ જ તે વન-ડે વર્લ્ડ કપ2011માં રમ્યો હતો. આ પછી તે 2015 અને 2019 માં પણ ટીમનો ભાગ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *