અપહૃતોમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ

ઈમ્ફાલ
મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ ઘટના મંગળવારે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બની હતી. જેના પછી ફરી હિંસાનો માહોલ સર્જાયો હતો.
જેવા જ અપહરણના અહેવાલ ફરતા થયા કે હથિયારોથી લેસ કુકી આતંકીઓએ ઈમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લા સાથે કાંગચુપ વિસ્તારમાં લોકોના સમૂહ પર ગોળીબાર કરી
