જબલપુર રેલ વિભાગમાં બે માલગાડી પાટા પરથી ખડી પડી

Spread the love

દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા, બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી

જબલપુર
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 6 જૂનની રાતે લગભગ 7 વાગ્યે 30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા.
આ ઘટનાના ઠીક ચાર કલાક બાદ એટલે કે રાતે 10 વાગ્યે 30 મિનિટ પર ભેડાઘાટની નજીક ભિટોનીમાં ગેસથી ભરેલી માલગાડીનું વેગન પાટા પરથી ઊતરી ગયું હતું. એક દિવસમાં બે મોટી રેલવે દુર્ઘટનાઓ બાદ રેલવે વિભાગમાં ફરી હડકંપ મચી ગઈ. દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે માહિતી અનુસાર બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રો અનુસાર જોકે મેઈન લાઈન પર અન્ય ટ્રેનોની અવર-જવરને પણ કોઈ અસર થઇ નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *