ગાંધીધામ
યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 21 થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે. રાષ્ટ્રીય સ્તરની આ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સ્ટિગા (Cosco India Ltd.) દ્વારા ટૂર્નામેન્ટમાં સંસાધનો પૂરા પાડવામાં આવશે.
આ ટૂર્નામેન્ટ અંડર-11, અંડર-13, અંડર-15, અંડર-17, અંડર-19, પુરુષ અને મહિલા ઉપરાંત મિક્સ્ડ ડબલ્સની ઈવેન્ટ યોજાશે.
જાન્યુઆરી 2023માં વડોદરા ખાતે આ જ સ્થળે યુટીટી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1800 જેટલા ખેલાડીઓેએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાતના સ્ટાર ખેલાડીઓ માનુશ શાહ તથા હરમિત દેસાઈ પણ સામેલ હતો, જેઓ નવેમ્બરમાં યોજાનાર એડિશનમાં પણ રમતા જોવા મળશે.