
ભારત
એપેક્સોન ના સામાજિક પ્લેટફોર્મ એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા આહાન લર્નિંગ સેન્ટર્સ ખાતે ‘કલરવર્સ 2025’ થીમ પર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ, પુણે અને અમદાવાદ સ્થિત 15 સેન્ટર્સમાં 550થી વધુ બાળકોએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કેમ્પ દરમિયાન બાળકો માટે વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓ જેમ કે ડોટ પેઈન્ટિંગ, બ્લો પેઈન્ટિંગ, ફિંગર પેઈન્ટિંગ, પાંદડા અને માટીથી પેઈન્ટિંગ, તેમજ મંડલા આર્ટ અને નેચર આર્ટ શીખવવામાં આવી. તેની સાથે, ભારતના પરંપરાગત લોકચિત્રો જેમ કે વર્લી અને મધુબની પેઈન્ટિંગ દ્વારા બાળકોને સાંસ્કૃતિક લોકકળા અંગે પરિચય કરાવવામાં આવ્યો. આ ઉપરાંત, કેમ્પમાં રમતો અને શારીરિક પ્રવૃત્તિઓ પણ સામેલ કરવામાં આવી, જેથી બાળકોમાં સહકાર અને આત્મવિશ્વાસ નો વિકાસ થાય. આહાન લર્નિંગ સેન્ટર્સમાં ઇગ્નાઈટ સાથે સ્થાનિકક્ષેત્રે કાર્યરત સામાજિક સંસ્થાઓ એ આ કાર્યક્રમને સફળ બનાવવામાં માટે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.– પુણેમાં સ્વાધાર IDWC, , હૈદરાબાદમાં એમ. વી. ફાઉન્ડેશન, અને અમદાવાદમાં જીવનતીર્થ અને નવરચિત બાળવિકાસ ટ્રસ્ટ જેવી સહયોગી સંસ્થાઓ સાથે મળીને કેમ્પની રચના અને અમલ કરવામાં આવ્યો હતો. કલરવર્સ 2025 એ એપેક્સોન ઇગ્નાઇટના અભિયાન માટે એક વધુ સકારાત્મક પગથિયું સાબિત થયું છે કે જે અનુપસ્થિત પરિવારોના બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિકાસ માટે સતત કાર્યરત છે.
