આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની રજૂઆત રંગ લાવી; માર્ગ – મકાન વિભાગે અનેક ગ્રામ્ય રસ્તાઓને મંજૂરી આપી

ગાંધીનગર
કામરેજ વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપતાં, ગુજરાત સરકારના માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગ દ્વારા ₹11.73 કરોડથી વધુ માતબર રકમના વિવિધ રોડ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલ પાનશેરીયાની સતત રજૂઆતો અને પ્રયત્નોના ફળ સ્વરૂપે કામરેજની જનતાને આ વિકાસના કામોનો લાભ મળશે.
આ મંજૂરી મળતાં કામરેજ વિસ્તારના અનેક મુખ્ય માર્ગો અને ગ્રામ્ય રસ્તાઓનું નવીનીકરણ અને નિર્માણ શક્ય બનશે. આ વિકાસ કાર્યોથી સ્થાનિક લોકોની સુવિધામાં વધારો થશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.
મંજૂર કરાયેલ મુખ્ય રોડ પ્રોજેક્ટ્સ (અંદાજિત રકમ સાથે):
સાયણ શેખપુર ઘલુડી રોડ
કામરેજ ભૈરવ ખોલેશ્વર રોડ ₹1.67 કરોડ
ધારુઠા આસ્તા રોડ ₹81.53 લાખ
જોખાં આસ્તા રોડ ₹62.92 લાખ
કામરેજ ખોલેશ્વર રોડ
ઓરણાં ગલતેશ્વર રોડ ₹ 1.72 કરોડ
નવી પારડી ટુ ગોવર્ધન ઈન્ડસ્ટ્રીઝ કેનાલ રોડ ₹84.61 લાખ
હલધરું જોલવા રોડ ₹2.09 કરોડ
દિગસ ગલતેશ્વર રોડ
પાલી મોતા રોડ ₹2.09 કરોડ
કોસમાડા પંચાયત ઑફિસ થી સીમાડા વાયા સહજાનંદ બંગલોઝ રોડ
પાસોદરા કઠોદરા રોડ ₹1.37 કરોડ
સીમાડી બાયપાસ કોઝવે રોડ ₹47.01 લાખ
આ ઉપરાંત, સાયણ શેખપુર ઘલુડી રોડ, કામરેજ ખોલેશ્વર રોડ, દિગસ ગલતેશ્વર રોડ, અને કોસમાડા પંચાયત ઓફિસ થી સીમાડા વાયા સહજાનંદ બંગલોઝ રોડના કામોને પણ મંજૂરી મળી છે.
