મેટાના ગ્લોબલ હેડ ઓફ સિક્યુરિટી એન્ટિગોન ડેવિસે ગઈકાલે એક બ્લૉગ પોસ્ટમાં આ બાબતે કાયદાને સમર્થન કર્યું
નવી દિલ્હી
16 વર્ષથી નાની ઉંમરના સગીરો દ્વારા ડાઉનલોડ થતી એપ મામલે મેટા (ફેસબુક) નવી કાયદાકીય વાત સામે લાવ્યું છે. કંપનીએ એવા કાયદાની માંગ કરી છે, જે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરોએ એપ ડાઉનલોડ કરવા માટે માતા-પિતાની ફરજીયાત મંજૂરીની જરૂર પડશે. દરમિયાન મેટાના ગ્લોબલ હેડ ઓફ સિક્યુરિટી એન્ટિગોન ડેવિસે ગઈકાલે એક બ્લૉગ પોસ્ટમાં કહ્યું કે, 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરોએ એપ ડાઉનલોડ કરવા માટે માતા-પિતાની મંજૂરી લેવી જોઈએ અને અમે આવા કાયદાનું સમર્થન કરીએ છીએ.
મેટાએ તાજેતરમાં જ પ્યુ સંશોધન પર પોતાનો તર્ક રજુ કર્યો છે, જેમાં જાણવા મળ્યું કે, 81% પુખ્ત વયના લોકોની ઈચ્છા છે કે, સગીરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માતા-પિતાની સંમતિની આવશ્યક બનવી જોઈએ. ડેવિસે આ બાબત સમજાવતા જણાવ્યું કે, જ્યારે સગીર દ્વારા શોપિંગ કરવાનો પ્રયાસ કરાય છે, ત્યારે માતા-પિતાને જાણ કરવામાં આવે છે, તેમ આવી જ રીતે જ્યારે કોઈ સગીર એપ ડાઉનલોડ કરે ત્યારે એપ સ્ટોરે તેમના માતા-પિતાને જાણ કરવાની આવશ્યકતા રહેશે.
ઉલ્લેખનિય છે કે, આ બાબત તેવા સમયે સામે આવી છે, જ્યારે કંપનીઓને સગીર સંબંધીત કેસોનો સામનો કરવો પડતો હોય છે. ડેવિસે કહ્યું કે, માતા-પિતા નિર્ણય કરી શકશે કે, તેઓ ડાઉનલોડ કરવાની મંજૂરી આપવા માંગે છે કે નહીં. માતા-પિતા પોતાનો ફોટ સેટ કરતી વખતે સગીરની ઉંમર પણ દાખલ કરી શકે છે, આમ કરવાથી ઘણી એપ્સમાં વારંવાર પોતાની ઉંમર નોંધવાની જરૂરીયાત રહેશે નહીં.