રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગ જિલ્લાની ટીમને બે ગોલ્ડ સહિત 10 મેડલ મળ્યા

Spread the love

રાજપીપળા

રાજપીપલા (જિ. નર્મદા) ખાતે રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધામાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રાજ્યકક્ષા સ્પર્ધા દરમિયાન તમામ ખેલાડીઓએ પોતાની રમતગમત પ્રતિભા, કુશળતા અને શિસ્તબદ્ધ મહેનત દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ અત્યંત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દરેક ઇવેન્ટમાં મેડલ પ્રાપ્ત કરીને ડાંગ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું છે.
ડાંગ જિલ્લાની ટીમે રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધામાં નીચે મુજબ મેડલ પ્રાપ્ત કર્યા છે:
🥇 ગોલ્ડ મેડલ : 2
🥈 સિલ્વર મેડલ : 3
🥉 બ્રોન્ઝ મેડલ : 5
🏆 કુલ મેડલ : 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *