રાંધેજા-પેથાપુર હાઈવે પર કાર ચાલકે સ્યીયરિંગનો કાબૂ ગુમાવતા અકસ્માતમાં પાંચનાં મોત

Spread the love

6 વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા, મૂવી જોઈને પેથાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો


ગાંધીનગર
ગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઈવ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કારમાં કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હતા. પેથાપુર પોલીસે ગુનાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા આ અક્સ્માત થયો હતો. કાબુ ગુમાવતા જ કાર ઝાડ સાથે અથડાઈ જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. આ 6 વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા. મૂવી જોઈને પેથાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. પાંચ મૃતક વ્યક્તિમાં મોહંમદ અલ્ફાઝ, સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, મોહંમદ બેલીમ, અસ્ફાક ચૌહાણની ઓળખ થઇ છે અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિની શાહનવાબ ચૌહાણ તરીકે ઓળખ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *