અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ પાઠવ્યા
નવી દિલ્હી
ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મેળવવા બાબતે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલના કારણે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાઈ હોવાના આક્ષેપ સાથે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદમાં દંડ ફટકાર્યા બાદ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ પાઠવ્યા છે. બંનેને આજે કોર્ટમાં હાજર થવાનું હતુ. આ કેસમાં કેજરીવાલની સાથે સંજય સિંહ પણ આરોપી છે. બંનેને અગાઉ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ પહેલા કોર્ટે કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
જોકે, યુનિવર્સીટીની છબી ખરડવાના કેસમાં દલીલોને અંતે કોર્ટે 13 જુલાઈનાં ફરજિયાત હાજર રહેવા બંનેને ફરમાન કર્યુ હતું.