એઆઈ બે વર્ષમાં ઘણા લોકોને મારી નાખવાના માર્ગેઃ મૈટ ક્લિફોર્ડ

Spread the love

પીએમના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે


લંડન
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકના સલાહકારે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માત્ર બે વર્ષમાં ‘ઘણા લોકોને મારી નાખવા’ના શક્તિશાળી બનવાના માર્ગ પર છે. પીએમના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે.
મૈટ ક્લિફોર્ડ ચેટજીપીટી અને ગુગલ બાર્ડ જેવા એઆઈ ભાષાના મોડલ્સના પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ઈન્વેન્શન એજન્સીના અધ્યક્ષ પણ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ક્લિફોર્ડે કહ્યું હતું કે એઆઈ પાસે સાયબર અને બાયોવેપન્સ બનાવવાની ક્ષમતા છે જે ઘણા લોકોના મોતનું કારણ બની શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે એઆઈને વૈશ્વિક સ્તરે નિયંત્રિત કરવાની જરૂર છે અને જો આવું ન થયું તો તે એક અત્યંત શક્તિશાળી સિસ્ટમ બની શકે છે જેને નિયંત્રિત કરવા માટે લોકો સંઘર્ષ કરી શકે છે.
ક્લિફોર્ડે જણાવ્યું હતું કે તેઓને એવુ લાગી રહ્યું છે કે એઆઈ સાથે ઘણાં વિવિધ પ્રકારનાં જોખમો છે અને ઘણીવાર લોકો નજીકના અને લાંબા ગાળાના જોખમો વિશે વાત કરતા હોય છે. નજીકના ગાળાના જોખમો ખરેખર ડરામણા હોય છે. આજે એઆઈનો ઉપયોગ બાયોવેપન્સ બનાવવા અથવા મોટા પાયે સાયબર હુમલાઓ કરવા માટે થઈ શકે છે. આ સૌથી ખરાબ વસ્તુ છે. ક્લિફોર્ડની ટિપ્પણી ડઝનેક નિષ્ણાતો દ્વારા લખાયેલા પત્રના જવાબમાં આવી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે એઆઈ દ્વારા કેટલા ટકા લોકોનો નાશ કરી શકાય છે, જેના પર ક્લિફોર્ડ કહે છે કે આ સ્થિતિ શૂન્ય જ ન જ હોય શકે. જો આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે મનુષ્યો કરતાં વધુ બુદ્ધિશાળી હોય અને આપણે તેને કેવી રીતે નિયંત્રિત કરવું તે જાણતા નથી. હાલમાં તો આ ક્ષણે અને ભવિષ્યમાં તમામ પ્રકારના જોખમોની શક્યતા ઊભી કરવા જઈ રહ્યું છે. જો કે તેણે એમ પણ કહ્યું કે જો એઆઈનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સારું પણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *