ફઝલ અત્રાચલી અને મોહમ્મદ નબીબક્ષ પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝન પહેલા ગુજરાત જાયન્ટ્સના કેમ્પમાં જોડાયા

Spread the love

પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝનનો પ્રારંભ ટૂંકસમયમાં થવાનો છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સ ટીમે હરાજી દરમિયાન એક મજબૂત ટીમ તૈયાર કરી અને હવે તે ટ્રોફી જીતવા તમામ તાકાત સાથે ઉતરશે. આ જ તાકાતને વધારવા આંતરરાષ્ટ્રીય ખેલાડી મોહમ્મદ નબીબક્ષ અને ફઝલ અત્રાચલી ટીમના કેમ્પમાં સામેલ થઈ ચૂક્યા છે. ટીમને તાલિમ શ્રેષ્ઠ કોચમાંથી એક એવા રામ મહેર સિંઘ આપી રહ્યાં છે.

હાલ ગુજરાત જાયન્ટ્સ ટીમના સ્કવૉડમાં સામેલ તમામ ખેલાડીઓ રણનીતિ પ્રમાણે આકરી ટ્રેનિંગમાંથી પસાર થઈ રહ્યાં છે. દરેક ખેલાડી તેમને આપેલ ટાસ્ક પર ફોક્સ કરી રહ્યો છે.

પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝનનો પ્રારંભ અમદાવાદમાં ગુજરાત જાયન્ટ્સના ઘરઆંગણેથી થશે. આવી સ્થિતિમાં ટીમ લીગમાં ધમાકેદાર પ્રારંભ કરવામાં કોઈ કસર છોડશે નહીં. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓ સામેલ છે. જેઓ 2 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલ સિઝનમાં ગર્જના કરવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *