મધુપુરાના ડીએમની કારની અડફેટે આવતા ત્રણનાં મોત

Spread the love

એક મજૂર, મહિલા અને તેની 7 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, ઘટના બાદ ડીએમ અને ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયા


મધુપુરા
બિહારમાં મધુપુરાના ડીએમની કારની અડફેંટે આવતા ત્રણ લોકોનું મોત થયું હતું. જયારે 2 લોકો ગંભીરપણે ઘવાયા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે ડીએમની ગાડી મધેપુરા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ગાડી અનિયંત્રિત થઇ અને રોડ કિનારે કામ કરી રહેલા મજૂરોને કચડી નાખ્યા હતા. આ દરમિયાન એક મજૂર, મહિલા અને તેની 7 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ ડીએમ અને ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આ ઘટના આજે સવારે લગભગ 8 વાગ્યે બની હતી. અકસ્માત બાદ તરત જ ડીએમ અને તેમનો સ્ટાફ બાઈક પર સવાર થઇ ફરાર થઇ ગયા હતા. તેમણે જણાવ્યું કે ગાડીએ પહેલા મહિલા અને બાળકીને ટક્કર મારી તે પછી રોડ પર કામ કરી રહેલા મજૂરને કચડી નાખ્યો હતો. આ મજૂરો રાજસ્થાનના રહેવાસી હતા. બંને ઘાયલોને સારવાર માટે દરભંગા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એકનું મોત થયું હતું. આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત થયા છે.
આ અકસ્માત બાદ તરત જ એકઠા થયેલા સેંકડો લોકોએ ડીએમની ગાડીને નુકસાન પહોંચાડ્યું અને એનએચ-57 ને બ્લોક કરી દીધું હતું. પ્રદર્શનકારીઓએ વાહનમાં સવાર લોકોની ધરપકડ કરવાની અને પીડિતોને પૂરતું વળતર આપવાની માંગ કરી હતી. આ ઘટના બાદ વારંવાર પ્રયત્ન કરવા છતાં ડીએમનો સંપર્ક થઇ શક્યો ન હતો. જો કે મધેપુરાના જિલ્લા જનસંપર્ક અધિકારીઓનું કહેવું છે કે ડીએમ કચેરીમાં છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *