પ્રો કબડ્ડી લીગની સફળ 10મી સિઝનની ઉજવણી, અમદાવાદમાં ગુજરાત જાયન્ટસનો તેલુગુ ટાઈટન્સ સામે મુકાબલો

Spread the love

દેશના બાર શહેરોમાં બે ડિસેમ્બરથી 21 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી સ્પર્ધાની 10મી સિઝનનું અમદાવાદમાં ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ

પ્રો કબડ્ડી લીગની 10મી સિરિઝ સુધી પહોંચવાની ઐતિહાસિક સફળતાના ભાગરૂપે અમદાવાદમાં અક્ષર રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી સાથે સીઝન 10ની શરૂઆત કરી હતી. પ્રો કબડ્ડી લીગ, સ્પોર્ટ્સ લીગના હેડ તથા મશાલ સ્પોર્ટ્સ એન્ડ લીગ કમિશનર અનુપમ ગોસ્વામીએ પીકેએલસિઝન 9-નીવિજેતા ટીમના કેપ્ટન સુનિલ કુમાર (જયપુર પિંક પેન્થર્સ) અને સીઝન 10ની ઓપનિંગ ગેમ કેપ્ટન પવન સેહરાવત (તેલુગુ ટાઇટન્સ) અને ફઝલ અત્રાચાલી (ગુજરાત જાયન્ટ્સ) સાથે સ્પેશિયલ સીઝનનું ઉદ્ધાટન કર્યુ હતું.

સાબરમતી નદી પર ચાલુ ક્રુઝ પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અનુપમ ગોસ્વામીએ જણાવ્યુ હતું કે, “સિઝન 10 માટે 12-શહેરોના કારવાં ફોર્મેટમાં પાછા જવું એ નોંધનીય માઈલસ્ટોન છે. અમે ઓછામાં ઓછા નવ ભૌગોલિક વિસ્તારોને ફરીથી સક્રિય કરીશું, જેઓએ 2019થી પ્રો કબડ્ડી લીગ પોતાના પ્રદેશમાં જોઈ નથી. 12 શહેરોમાં લીગનું આયોજન કરવાથી લીગને દરેક ફ્રેન્ચાઈઝીના ગૃહ પ્રદેશોમાં સમુદાયો સાથે મજબૂત સંબંધ સ્થાપવામાં મદદ મળે છે.”

શનિવારે ટ્રાન્સસ્ટેડિયા દ્વારા ઈકેએએરેના ખાતે પીકેએલસીઝન 10ની બ્લોકબસ્ટર ઓપનિંગ ગેમમાં ગુજરાત જાયન્ટ્સ તેલુગુ ટાઇટન્સ સામે ટકરાશે. તેલુગુ ટાઇટન્સના કેપ્ટન અને પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી પવન સેહરાવતે જણાવ્યુ હતું કે, તેમની ટીમ આ લીગનું ઓપનિંગ કરવા તૈયાર છે, હું મેટ પર લડવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. છેલ્લી સીઝનમાં હારનો સામનો કરવો મારા માટે મુશ્કેલ હતો. જો કે, મેં આ સીઝન માટે ભરપૂર તૈયારીઓ કરી છે

પ્રો કબડ્ડી લીગના સૌથી મોંઘા ડિફેન્ડર અને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન ફઝલ અત્રાચલીએ કહ્યું, હું પ્રો કબડ્ડી લીગ સીઝન 10નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વિશ્વની શ્રેષ્ઠ કબડ્ડી ટૂર્નામેન્ટ છે. અમે સિઝન શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા.

ગત સીઝનમાં પ્રો કબડ્ડી લીગની ટ્રોફી જીતનાર જયપુર પિંક પેન્થર્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સિઝન 10માં વિશે જયપુર પિંક પેન્થર્સના કેપ્ટન સુનીલ કુમારે કહ્યું કે, આ ટ્રોફી અત્યારે અમારી છે અને તે અમારી સાથે રહે, તેની ખાતરી કરવી પડશે. અમે આ સિઝન માટે વધુ આકરી ટ્રેનિંગ લીધી છે. અમે ગતવર્ષે જોરદાર પ્લેયર કોમ્બિનેશન કર્યું હતું અને આ વર્ષે પણ એ જ જુસ્સા અને ટ્રીક સાથે પર્ફોર્મન્સ આપીશું. અમે ટુર્નામેન્ટ માટે ઘણી સારી તૈયારી કરી છે.

પ્રો કબડ્ડી લીગ સીઝન 10નું ટાઈમટેબલ

અમદાવાદ લીગ 2-7 ડિસેમ્બર 2023 દરમિયાન રમાશે. ત્યારબાદ, બેંગલુરુ (8-13 ડિસેમ્બર 2023), પુણે (15-20 ડિસેમ્બર 2023), ચેન્નાઈ (22-27 ડિસેમ્બર 2023), નોઈડા (29 ડિસેમ્બર 2023 – 3 જાન્યુઆરી 2024), મુંબઈ (5-10 જાન્યુઆરી 2024), જયપુર (12-17 જાન્યુઆરી 2024), હૈદરાબાદ (19-24 જાન્યુઆરી 2024), પટના (26- 31 જાન્યુઆરી 2024), દિલ્હી (2-7 ફેબ્રુઆરી 2024), કોલકાતા (9-14 ફેબ્રુઆરી 2024) અને પંચકુલા (16-21 ફેબ્રુઆરી) ખાતે મેચ યોજાશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *